Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુરા કર્યા 20 હજાર રન

 નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રનનો આંકડો પાર કરી લીધો છે. મિતાલીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં આ સિદ્ધિ મેળવી હતી. મિતાલીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં 107 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેના દાવને આભારી ભારતે નિર્ધારિત પચાસ ઓવરમાં 8 વિકેટે 225 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયા સામે 126 રનનો લક્ષ્યાંક આપ્યો. મિતાલીએ પહેલેથી જ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન હાંસલ કર્યો હતો.

(4:42 pm IST)