Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ધોનીએ રૈનાને શોર્ટ કવર પર ઉભો રાખ્યોને ઈશાન ફસાયો

નવીદિલ્હીઃ આઈપીએલમાં  મુંબઈ એન ચેન્નાઈ વચ્ચેના પ્રથમ મેચમાં ઈશાન કિશન  કંઈ ઉકાળી શકયો નહોતો. ધોનીએ તેને આઉટ કરવા બરાબરની જાળ ફસાવી હતી. ૧૦મી ઓવરમાં બ્રાવો બોલિંગ કરવા આવ્યો ત્યારે શોર્ટ કવર પર ફિલ્ડર ઉભો રાખી દીધો હતો. ધોની જાણતો હતો કે ઈશાન બોલ સ્ટ્રેટ ફટકારશે તેથી તેણે ત્યાં ટીમનો શાનદાર ફિલ્ડર રૈના ગોઠવી દીધો. પ્લાન મુજબ બ્રાવોએ બોલ નાંખ્યો અને કિશને શોટ ફટકારતાં જ રૈનાના હાથમાં કેચ આઉટ થયો હતો. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સનો રકાસ થયો હતો.

(3:45 pm IST)