Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

તાલિબાને અફઘાન ક્રિકેટ ચીફને હટાવી દીધા :નસીબુલ્લાહ હક્કાનીને સોંપી કમાન

હામિક શિનવારીને તાલિબાનના નવા ગૃહ મંત્રી સિરાજુદ્દીન હક્કાનીના નાના ભાઈ અનસ હક્કાનીને હટાવ્યા

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવ્યા બાદ  હવે તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ( મુખ્ય કાર્યકારી ડિરેક્ટર) ને હટાવી દીધા છે. નવા તાલિબાન સાથે જોડાયેલા સદસ્યને આ કમાન સોંપવામાં આવી છે. અત્યાર સુધી હામિક શિનવારી અફઘાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી ડાયરેક્ટર હતા. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં જાણકારી આપી છે કે તેમને તાલિબાનથી હટાવી દેવાયા છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સત્તાકીય ફેસબુક પેજ પર પણ નસીબુલ્લાહ હક્કાનીના નવા મુખ્ય કાર્યકારી નિદેશક (CEO) બનવાનુ એલાન કરી દીધુ છે. મળતી જાણકારી અનુસાર, હામિક શિનવારીને તાલિબાનના નવા ગૃહ મંત્રી સિરાજુદ્દીન હક્કાનીના નાના ભાઈ અનસ હક્કાનીને હટાવ્યા છે. હામિદ શિનવારી લખે છે કે તેમને હટાવ્યાનુ કારણ જણાવાયુ નથી. બસ એટલુ જણાવ્યુ કે તેમની જગ્યાએ નસીબુલ્લાહ હક્કાનીને અફઘાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી ડાયરેક્ટર બનાવવામાં આવશે.

(12:34 pm IST)