Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

મિશન ૨૦૨૦ : કાલે સિરીઝ જીતવાની તક

કાલે ભારત - આફ્રિકા વચ્ચે ત્રીજો ટી-૨૦ : બેંગ્લોરમાં સાંજે ૭ વાગ્યાથી જીવંત પ્રસારણઃ યુવા બેટ્સમેનો - બોલરો શ્રેષ્ઠ દેખાવ કરવા સજ્જ : ટીમમાં ફેરફાર થવાની સંભાવના

બેંગલોર ,તા.૨૧ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી-૨૦  શ્રેણીની ત્રીજી મેચ આવતીકાલે બેંગલોરમાં રમાનાર છે. પ્રથમ મેચ ભારે વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વગર રદ કરી દેવામાં આવ્યા બાદ બીજી મેચ ભારતીય ટીમે જીતી લીધી હતી. ભારતીય ટીમ શ્રેણીમાં ૧-૦ની લીડ ધરાવે છે. ભારતીય ટીમ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બીજી બાજુ પ્રવાસી આફ્રિકાની ટીમ શ્રેણીને બરોબર કરવા માટે સજ્જ છે.  વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ઘરઆંગણે ભારતીય  ટીમ હોટફેવરીટ બનેલી છે. વેસ્ટ ઇન્ડિઝના  પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યા બાદ હવે ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે.  ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે.  આગામી વર્ષે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.  પ્રતિભાશાળી ખેલાડીઓ વર્લ્ડ પહેલા તૈયાર થઇ શકે તે માટે જોરદાર આયોજન કરવામાં આવી રહ્યુ છે. ઝડપી બોલર ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સેની, સ્પીનર રાહુલ ચાહર, વોશિગ્ટન સુન્દર પાસે પોતાની કુશળતાને સાબિત કરવા માટે પુરતી તક રહેલી છે. ટીમમાં પોતાની જગ્યાને પાકી કરવા માટે યોગ્ય તક રહેલી છે. બોલર ઉપરાંત બેટ્સમેનો માટે પણ આવી જ સ્થિતી રહેલી છે. શ્રેયસ અય્યર પર તમામની નજર રહેશે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં અય્યરે જોરદાર દેખાવ કર્યો હતો. અય્યરે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને વિરાટ કોહલી સાથે સારી ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન વિરાટ કોહલી પોતે પણ પ્રશંસા કરી ચુક્યો છે. બીજી બાજુ વિકેટકિપર બેટ્સમેન રિશભ પંત પણ પોતાના દેખાવમાં સુધારા કરવા માટે તૈયાર છે. તેને પોતાના દેખાવમાં સુધારો કરવાની જરૂર છે.

ભારત : વિરાટ કોહલી ( કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, રિશભ પંત, હાર્દિક પડ્યા, વોશિગ્ટન સુન્દર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈનીદક્ષિણ આફ્રિકા : ડીકોક (કેપ્ટન), રાસીવાન ડર દુસેન, ટેમ્બા બાવુમા, જુનિયર ડાલા, બ્યોર્ન પોરટુઇન, હેન્ડીક્સ, ડેવિડ મિલર, એનરિક નાંજે , ફેલુકવાયો, પ્રિટોરિયસ, કગિસો રબાડા, શામ્સી, લિન્ડે.

(3:28 pm IST)