Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

એશિયાકપ ;બાંગ્લાદેશ સામે ભારતનો 7 વિકેટે શાનદાર વિજય

રોહિતશર્માની કેપ્ટન ઇનિંગ ;રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી :ભુવનેશ્વર-બુમરાહે 3-3 વિકેટ લીધી

 

દુબઇ :ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે એશિયા કપના સુપર ફોર માટેની પહેલી મેચ દુબઈમાં ટૉસ હારીને પહેલાં બેટિંગમાં ઉતરેલી બાંગ્લાદેશ 49.1 ઓવરમાં 173 રન બનાવીને ઓલાઉટ થઈ ગઈ હતી. બાદમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની મદદથી સાત વિકેટે બાંગ્લાદેશને પરાજિત કરી છે

 બાંગ્લાદેશે આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માની મદદથી મેચ જીતી લીધી હતી  ભારતીય ટીમે 36.2 ઓવરમાં 3 વિકેટના નુકસાને 174 રન બનાવી બાંગ્લાદેશને હરાવ્યું હતું. આમ, ભારતીય ટીમે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યુ હતું. ભારતીય ટીમ તરફથી રવેન્દ્ર જાડેજાએ 4 વિકેટ અને ભુવનેશ્વર-બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી.

15મી ઓવરમાં શાકિબના બોલને સ્વિપ મારવાના ચક્કરમાં ધવન એલબીડબ્લ્યુ થયો. ધવને 47 બોલમાં એક છગ્ગો અને 4 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતાં. ત્યારબાદ અંબાતિ રાયડુની સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મળી થોડા શોટ ફટકાર્યા હતાં. પરંતુ કમનસીબે અંબાતી રાયડુ 28 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 13 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

(12:29 am IST)