Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વિજય હજારે ટ્રોફીમાં 10 રણમાં આઠ વિકેટ ઝડપી આ ખેલાડીએ બનવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી: ઝારખંડના સ્પિનર શાહબાઝ નદીમે રાજસ્થાન સામેની વિજય હઝારે ટ્રોફીની વન ડેમાં માત્ર 10 જ રનમાં આઠ વિકેટ ઝડપતાં લિસ્ટ-એ મેચોના ઈતિહાસમાં શ્રેષ્ઠ બોલિંગ પર્ફોમન્સનો નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. નદીમે 10-4-10-8ની મેજિકલ ફિગર્સને સહારે લિસ્ટ-એ મેચોમાં 21 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. નોંધપાત્ર છે કે, લિસ્ટ-એ મેચોમાં શ્રેષ્ઠ બોલિંગ પર્ફોમન્સનો વર્લ્ડ રેકોર્ડ ભારતના જ રાહુલ સંઘવીના નામે હતો, જેણે 1997-98 દિલ્હી તરફથી હિમાચલ સામે 15 રનમાં 8 વિકેટ ઝડપી હતી.ચેન્નાઈમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની વન ડેમાં નદીમના વર્લ્ડ રેકોર્ડ પર્ફોમન્સને પરિણામે ઝારખંડ સામે રાજસ્થાન માત્ર 28.3 ઓવરમાં 73 રનમાં જ ખખડી ગયું હતુ. રાજસ્થાનના માત્ર ત્રણ જ બેટ્સમેનો ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. જ્યારે ઝારખંડ તરફથી નદીમની સાથે અનુકુલ રોયે બે વિકેટ ઝડપી હતી. ઝારખંડે જીતવા માટેના 74 રનના ટાર્ગેટને 14.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. યોગાનુંયોગ એ છે કે, અગાઉનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતો દિલ્હીનો રાહુલ સંઘવી પણ લેફર્ટ આર્મ સ્પિનર હતો અને નદીમ પણ લેફર્ટ આર્મ સ્પિનર છે. 

(5:12 pm IST)