Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વિરાટ કોહલીઅે બેટીંગની સાથો-સાથ અેકટીંગ ક્ષેત્રે ઝંપલાયઃ પ્રથમ ફિલ્મ ૨૮મીઅે રીલીઝ થશે

મુંબઈ: ક્રિકેટર વિરાટ કોહલીના ફેન્સ માટે એક સારા સમાચાર છે. મેદાન પર ધમાલ મચાવ્યા પછી હવે વિરાટ કોહલી પડદા પર એક્શન અવતારમાં જોવા મળશે. વિરાટ કોહલીની પહેલી ફિલ્મ Trailer The Movieનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

વિરાટ કોહલીએ ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે સુપરહિરોના અવતારમાં જણાઈ રહ્યો છે. પોસ્ટરમાં જણાઈ રહ્યું છે કે વિરાટ કોહલી બન્ને હાથ પહોળા કરીને ચાલી રહ્યો છે અને પાછળ કાર્સ ટકરાઈ રહી છે.

પોસ્ટર શેર કરીને વિરાટે લખ્યું છે કે, 10 વર્ષ પછી બીજો એક ડેબ્યુ.આ ફિલ્મ 28 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.

(4:52 pm IST)