Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

લોઢા સમિતિની ભલામણોનો સૌરાષ્ટ્ર સહિત અનેક રાજયોના ક્રિકેટ એસોસીએશનનો સ્વીકાર

બીસીસીઆઈ સાથે જોડાયેલ ૨૫ ક્રિકેટ એસો. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર નિયમો બદલાવવા તૈયાર

મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે જોડાયેલ ૨૫ રાજયોના બોર્ડે સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર નિયમોમાં ફેરફાર કરવા માટેની મંજૂરી આપી દીધી છે. આ ફેરફાર સુપ્રિમ કોર્ટ દ્વારા નિમણુંક કરાયેલ. લોઢા સમિતિની પેનલની ભલામણોના આધારે કરવામાં આવશે.

લોઢા સમિતિની પેનલ દ્વારા કરાયેલ ભલામણોને સૌરાષ્ટ્ર, કર્ણાટક અને ઝારખંડ સહિતના ક્રિકેટ એસોસીએશને વિરોધ વ્યકત કર્યો હતો. જો કે તામિલનાડુ, હરીયાણા અને હિમાચલ ક્રિકેટ એસોસીએશને આ મામલે બીસીસીઆઈનો સંપર્ક કર્યો ન હતો.

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ નિયમોમાં ફેરફાર મામલે ક્રિકેટ એસોસીએશનોનો હકારાત્મક અનુભવ રહ્યો હતો. બીસીસીઆઈ તમામ રાજયોના સહમતીના પત્રની તપાસ કરી રહી છે.

કેરળ, રાજસ્થાન, કર્ણાટક, ગોવા, હૈદ્રાબાદ, ઉત્તરપ્રદેશ, ઓરીસ્સા, મહારાષ્ટ્ર, મુંબઈ, દિલ્હી, ઉત્તરાખંડ, મેઘાલય, જમ્મુ કાશ્મીર, સૌરાષ્ટ્ર, ઝારખંડ, પોન્ડીચેરી, બરોડા, આસામ, ત્રિપુરા, મણીપુર, પંજાબ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, વિદર્ભે મંજૂરી આપી દીધી છે.

(3:32 pm IST)