Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

જાડેજાને વિન્ડીઝ વિરૂધ્ધ ટેસ્ટ સીરિઝમાં બીજા સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેનાર ભારતીય બોલર બનવાની તક

એન્ટીગુઆઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ કાલેથી એન્ટીગુઆ ખાતે ૨ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ રમશે. તે સાથે જ બંને ટીમ પોતાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની પણ શરૂઆત કરશે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક બોલિંગ માઈલસ્ટોન પોતાના નામે કરી શકે છે. જાડેજાએ ૪૧ ટેસ્ટમાં ૧૯૨ વિકેટ લીધી છે. તે ૨૦૦ ટેસ્ટ વિકેટથી ૮ શિકાર દૂર છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૦ વિકેટ લેનાર ૧૦જ્રાટ ભારતીય બોલર બનશે. જો જાડેજા આ સીરિઝમાં ખાતે જ ૮ વિકેટ લે તો તે રવિચંદ્રન અશ્વિન પછી ૨૦૦ વિકેટ લેનાર બીજો સૌથી ઝડપી બોલર બનશે. જાડેજા અત્યારે આઈસીસી બોલર્સ રેન્કિંગમાં પાંચમા સ્થાને છે.

 

ભારત વતી  ટેસ્ટમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેનાર બોલરોમાં : રવિચંદ્રન અશ્વિન (૩૭), હરભજન સિંહ (૪૬), અનિલ કુંબલે(૪૭), બીએસ ચંદ્રશેખર (૪૮), કપિલ દેવ (૫૦) છે.

(3:24 pm IST)