Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે કઝાકિસ્તાનને 21-0થી હરાવ્યું

નવનીત કૌરે સૌથી વધુ 5 ગોલ ફટકાર્યા : ગુરજીત કૌરે 4 ગોલ કર્યા:લાલરેમસિયામી અને વંદનાએ 3-3 ગોલ તથા લિલિમાએ 2 ગોલ કર્યા

જકાર્તાઃ ભારતીય મહિલા હોકી ટીમે ઈન્ડોનેશિયામાં ચાલતા 18મી એશિયન ગેમ્સમાં રમાયેલી મેચમાં કઝાકિસ્તાનને 21-0થી હરાવ્યું છે ગ્રુપ-બીના મેચમાં કઝાકિસ્તાનની ટીમ વામણી પૂરવાર થઈ હતી અને ભારતીય ટીમ ગોલ ફટકારતી રહી હતી. ભારતીય મહિલા ટીમે ત્રણ ક્વાર્ટર બાદ 16-0ની લીડ મેળવી હતી અને અંતિમ ક્વાર્ટરમાં 5 ગોલ કરીને 21-0થી મેચ જીતી લીધી હતી

  એક દિવસ પહેલા ભારતીય પુરૂષ ટીમે પ્રથમ મેચમાં યજમાન ઈન્ડોનેશિયાને 17-0થી પરાજય આપ્યો હતો મહિલા ટીમે પણ કમાલનું પ્રદર્શન કરતા એક બાદ એક ગોલ ફટકાર્યા હતા. ભારતીય ટીમ 22-0ના એશિયન ગેમ્સના રેકોર્ડથી એક ગોલ દૂર રહી ગઈ હતી. ભારતીય મહિલા હોકી ટીમે 1982 એશિયન ગેમ્સમાં હોંગકોંગને 22-0થી પરાજય આપ્યો હતો

  નવનીત કૌરે સૌથી વધુ 5 ગોલ કર્યા હતા. તેણે 11મી, 12મી અને 48 મિનિટ (બે ગોલ) ગોલ કર્યા હતા. જ્યારે ગુરજીત કૌરે 4 ગોલ કર્યા હતા. ગુરજીતે 8મી, 36મી, 44મી અને 51મી મિનિટે ગોલ કર્યો હતો. તે સિવાય લાલરેમસિયામી અને વંદનાએ 3-3 ગોલ તથા લિલિમાએ 2 ગોલ કર્યા હતા. તો નેહા, ઉદિતા, દીપ ગ્રેસ, નવજોત અને મોનિકાએ 1-1 ગોલ કર્યો હતો

(12:47 am IST)