Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ત્રીજી ટેસ્ટમેચ જીતવામાં ટીમ ઇન્ડિયા માત્ર એક વિકેટ દૂર :ઇંગ્લેન્ડ 311/9

જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ખેડવી ;ઇશાંત શર્મા અને શમીએ 2-2 વિકેટ લીધી

 

નોટિંઘમઃ બીજી ઈનિંગ્સમાં 521 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડી ટીમે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે 9 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા છે. હજુ તેણે મેચ જીતવા માટે 210 રન બનાવવાના છે, જ્યારે તેની એકમાત્ર વિકેટ બાકી છે. ટીમ ઈન્ડિયાનો વિજય હવે માત્ર એક વિકેટ દૂર છે

ભારતીય ટીમે ત્રીજી દિવસે ટી બ્રેક બાદ 7 વિકેટ ગુમાવીને 352 રને દાવ ડિક્લેર કર્યો હતો અને ઈંગ્લેન્ડ પર 520 રનની વિશાળ લીડ મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડે રમતના અંત સુધીમાં વિના વિકેટે 23 રન બનાવ્યા હતા. ચોથા દિવસે 23ના સ્કોર સાથે રમવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી નહીં અને ટીમના 27ના સ્કોરે તેણે ઓપનર કેટન જેનિંગ્સની પ્રથમ વિકેટ ગુમાવી. ત્યાર બાદ ટીમના 32ના સ્કોરે એલિસ્ટર કૂક પણ આઉટ થઈ ગયો. ઈંગ્લેન્ડને ટીમના 62ના સ્કોરે એકસાથે બે ઝટકા લાગ્યા. કેપ્ટન જો રૂટ અંગત 13 રને બુમરાહના બોલ પર રાહુલના હાથે કેચ આઉટ થયો, તેના તરત બાદ ઓલી પોપ પણ શમીના બોલે કોહલીને કેચ આપી બેઠો હતો

બીજી ઈનિંગ્સમાં ભારતનો જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 29 ઓવરમાં 85 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માએ 2, જ્યારે શમી અને હાર્દિકે 1-1 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગ્સમાં હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડની 5 વિકેટ ઝડપી હતી

(12:35 am IST)