Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા ઈશાન મણી

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નિજમ સેઠીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે અને તેમની  જગ્યા પર ઈશાન મણીએ નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના નવા પીએમ ઇમરાન ખાને વાતની જાહેરાત ટ્વિટર દ્વારા આપી છે અને લખ્ય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના પૂર્વ પ્રમુખ ઈશાન મણીને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇમરાન ખાન પકિસ્તાનના 22માં પીએમ છે. પાકિસ્તાનમાં રાજનીતિથી  લઈને રમત જગતમાં ચર્ચાનો માહોલ છે.

(5:36 pm IST)