Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સોશ્યલ મીડીયામાં શરૂ થયું દંગલ

એશિયન ગેમ્સમાં વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ જીતતા જ તેના પર અભિનંદનની વર્ષા શરૂ થઈ હતી. લોકોએ ૨૦૧૬માં આવેલી આમિર ખાનની ફિલ્મ 'દંગલ'ના  ડાયલોગ્સનો ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મ પહેલવાન મહાવીરસિંહ ફોગાટના જીવન પર આધારીત હતી. જેમાં તેમણે કઈ રીતે પોતાની બે દિકરીઓ ગીતા અને બબીતાને તાલીમ આપી હતી. વિનેશ મહાવીર સિંહના ભાઈની દિકરી છે. એક યુઝરે લખ્યુ હતું કે મ્હારી છોરીયા છોરો સે કમ હૈ કે... અન્ય એક યુઝરે લખ્યુ હતું કે છોરા હો યા છોરી... ગોલ્ડ તો ગોલ્ડ હોતા હૈ.

(4:15 pm IST)