Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ઓસ્ટ્રેલીયાના પ્રવાસમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયાને તક મળશેઃ ચોપડા

ટીમ ઇન્ડિયા આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જનાર છે. જેમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયાનો ટીમમાં સમાવેશ કરવામાં આવે તેવી પુરી શકયતા છે. ઓલરાઉન્ડર ખેલાડીઓથી પ્લેઇંગ ઇલેવનમાં સંતુલીતતા જોવા મળે છે. ઓસ્ટ્રેલીયાના પ્રવાસમાં જાડેજા અને પંડયાને તક મળે તેવી પુરી શકયતા હોવાનું પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટર આકાશ ચોપડાએ કહ્યું હતુ.

(2:39 pm IST)