Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

આઇસીસીએ કર્યો ઘટસ્ફોટ: મેચ ફિક્સિંગ માટે ચાર કેપ્ટનોનો કરાયો હતો સંપર્ક

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે સનસનાટીભર્યો ખુલાસો કરતાં જાહેરાત કરી છે કે ગત સિઝન દરમિયાન ચાર ટીમોના કેપ્ટનોનો ફિક્સિંગ માટે બુકીઓએ સંપર્ક સાધ્યો હતો. જોકે આઇસીસીએ ચાર કેપ્ટન્સ કોણ હતા અને તેમનો ક્યારે - કઈ સિરિઝ દરમિયાન ફિક્સિંગ માટે સંપર્ક સાધવામાં આવ્યો હતો, તે વિગતોને ગુપ્ત રાખવામાં આવી છે. આઇસીસીએ તારીખ જુન, ૨૦૧૭થી લઈને ૩૧મી મે, ૨૦૧૮ સુધીના વાર્ષિક રિપોર્ટમાં અંગેનો ઉલ્લેખ કર્યો હતો. આઇસીસીએ એમ પણ જણાવ્યું કે, તેઓએ ગત એક વર્ષના ગાળામાં ફિક્સિંગ અને લાંચરૃશ્વત સંબંધિત કુલ ૧૮ મામલાની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાંથી ૧૭ મામલા અંગે તો એન્ટી કરપ્શન યુનિટના જનરલ મેનેજર એલેક્સ માર્શલે જવાબદારી સંભાળી તે પછી તપાસ થઈ હતી. આઇસીસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતુ કે, અમે ખુશ છીએ કે ક્રિકેટરોનો ભરોસો એન્ટી કરપ્શન યુનિટ પર વધ્યો છે અને હવે તેઓ વધુને વધુ શંકાસ્પદ મામલા અંગે અમને જાણ કરવા માંડયા છે.

(1:39 pm IST)