Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

જોડિયા બાળકોનો પિતા બન્યા ઉસેન બોલ્ટ

નવી દિલ્હી" દુનિયાના સૌથી ઝડપી દોડવીરોમાં સ્થાન મેળવનાર જમૈકાના ઉસૈન બોલ્ટ ફરી એકવાર પિતા બન્યો છે. તેના પાર્ટનર કેસી બેનેટે જોડિયાને જન્મ આપ્યો છે. બોલ્ટે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા માહિતી આપી છે. તેઓએ તેમના બાળકોનું નામ થંડર બોલ્ટ અને સેન્ટ લીઓ બોલ્ટ રાખ્યું. બંને બાળકો સિવાય બોલ્ટની એક પુત્રી પણ છે, જેનો જન્મ ગયા વર્ષે થયો હતો. તેણે પોતાની પુત્રીનું નામ 'ઓલિમ્પિયા લાઈટનિંગ બોલ્ટ' રાખ્યું છે. બાળકોનાં નામ બોલ્ટના નામ સાથે ઘણું જોડાણ કરે છે. બોલ્ટે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં બોલ્ટ સિવાય તેની ગર્લફ્રેન્ડ અને ત્રણેય બાળકો નજરે પડે છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, 'હેપ્પી ફાધર્સ ડે! શું ભેટ છે! હેપી કેસી બેનેટ, તમારા બંને માટે ખુશ છે

(5:35 pm IST)