Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

૬.૮ ફૂટ પહાડ જેવા લાંબા જેમિસના જાદૂમાં ભારતીય બેટસમેનો ફસાયાઃ ન્યુઝીલેન્ડ ૧૦૧/૨

ટીમ ઈન્ડિયાના બોલરોએ આજે કમાલ બતાવવી પડશે

સાઉથમ્પ્ટનઃ દુનિયાના સૌથી પહાડ જેવા ૬.૮ ફૂટ લાંબા ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર જેમિસનનીમ ઘાતક બોલીંગથી ભારતીય બેટસમેનો ફસાઈ ગયા હતા. પાંચ વિકેટ ચટકાવતા ટીમ ઈન્ડિયા ૨૧૭ રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. બીજા દિવસે માત્ર ૭૧ રનમાં જ આખી ટીમ પેવેલીયન ભેગી થઈ ગઈ હતી. છેલ્લા પાંચ ખેલાડીઓ બે આંકડે પણ પહોંચી શકયા ન હતા. દિવસના અંતે ન્યુઝીલેન્ડ ૨ વિકેટે ૧૦૧ રન બનાવ્યા હતા.

બીજા દિવસની રમતના પ્રારંભે જ જેસીમને વિરાટને (૪૪ રન) એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. પંત ૪, રહાણે ૪૯, જાડેજા ૧૫, અશ્વિન ૨૨ અને બુમારાહ ૦ રને આઉટ થયા હતા. ભારતના પાંચ બેટસમેનો તો બે આંકડે પણ પહોંચી શકયા ન હતા. ભારતીય ટીમ ૯૨.૧ ઓવરમાં ૨૧૭  રનમાં ઓલઆઉટ થયું હતું.

ન્યુઝીલેન્ડના બોલરો જેમીસન ૫, બોલ્ટ ૨, વેગનરર અને સાઉથીએ ૧ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે દાવની શરૂઆત સારી રીતે કરી હતી. કોનવે ૫૪ અને લાથમ ૩૦ રન બનાવી આઉટ થયા હતા. બીજા દિવસની રમતના અંતે આઉટ થયા હતા. બીજા દિવસની રમતના અંત ન્યુઝીલેન્ડે ૪૯ ઓવરમાં ૨ વિકેટે ૧૦૧ રન બનાવ્યા હતા. વિલીયમ્સન ૧૨ અને ટેલર ૦ રને દાવમાં હતા. ઈશાંત અને અશ્વિને ૧-૧ વિકેટો ઝડપી હતી. મેચમાં પરત ફરવા ભારતના બોલરોએ આજે શાનદાર બોલીંગનું પ્રદર્શન કરવું પડશે.

(3:11 pm IST)