Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૮ ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૩૧ વર્લ્ડકપ ભારતમાં રમાડોઃ ICCસમક્ષ દાવેદારી

BCCIની મીટીંગમાં લેવાયેલ નિર્ણય

નવીદિલ્હીઃ  ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ આવનારા સમયમાં ત્રણ આઇસીસી ઇવેન્ટની યજમાની કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૨૫ માં ચેમ્પિયનટ્રોફી,૨૦૨૮માં વ્૨૦ વિશ્વકપ  અને ૨૦૩૧ વિશ્વકપ ભારતમાં આયોજીત કરવાને લઇને ICC સમક્ષ દાવેદારી કરવામાં આવશે. બોર્ડની ઇમર્જન્ટ એપેકસ કાઉન્સીલ દ્વારા યોજાયેલ મીટીંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કાઉન્સીલ દ્વારા વરચ્યુલ બેઠક યોજવામાં આવી હતી. ભારત પાસે હાલમાં વ્૨૦ વિશ્વકપ અને ૨૦૨૩ના વિશ્વકપની યજમાની છે. BCCIને ભરોસો છે કે તે, પ્રત્યેક ત્રણ વર્ષે ICC ઇવેન્ટની યજમાની કરી શકશે. ભારતે અત્યાર સુધીમાં એક વાર વ્૨૦ વિશ્વકપ, એક ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્રણ વખત સંયુકત રૂપે વિશ્વકપની યજમાની કરી હતી.

BCCI તરફથી ICCને આગળના આઠ વર્ષના ટૂર્નામેન્ટ સાયકલના દરમ્યાન આ દાવેદારી કરવામાં આવશે. આ સાયકલ વર્ષ ૨૦૨૪ થી શરુ થશે. જાણકારી મળી છે કે, BCCI એ ચેમ્પિયન ટ્રોફી, એક T20 વિશ્વકપ અને એક વન ડે વિશ્વકપની યજમાની માટે બોલી લગાવવા માટે નો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ૨૦૨૫માં ચેમ્પિયન્સ ટ્રોફીના ઉપરાંત ૨૦૨૮માં રમાનાર T20 વિશ્વકપ અને ૨૦૩૧માં રમાનારા વનડે વિશ્વકપની યજમાનીના માટે દાવો રજૂ કરશે.

(3:10 pm IST)