Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ઓલિમ્પિકમાં સિંધુને મેડલ જીતવો આસાન નહીં હોય પણ મને આશા છે કે તે જરૂર જીતશે : જવાલા ગુટ્ટા

કોરોનાના લીધે અનેક ખેલાડીઓને પ્રેકટીસ કરવાની તક મળી નથી

નવી દિલ્હી, તા. ર૧ : બેડમીંગ્ટનની ભૂતપૂર્વ ડબલ્સ ખેલાડી જવાબલા ગુટ્ટાનું માનવું છે કે રિયો ઓલમ્પિકમાં સીલ્વર મેડલ જીતનાર પી.વી. સિંધુ માટે અભ્યાસ મેચની કમીના કારણે ટોકીયો ઓલમ્પિકમાં ફરી સફળતા મેળવવાનું અઘરૃં બનશે. પાંચ વર્ષ પહેલા ઓલમ્પિકમાં જયારે બધાની નજર લંડન ઓલમ્પિકમાં કાંસ્ય પદક જીતનારી સાઇના નેહવાલ પર હતી ત્યારે સિંઘુને રજત પદક જીતીને બધાને ચોંકાવી દીધા હતા. સાઇના આ વખતે ઓલમ્પિક ટીકીટ હાંસલ કરવામાં નિષ્ફળ રહેતા ર૩ જુલાઇથી શરૂ થનાર રમતોમાં દેશને સિંઘુ પાસેથી પદકની આશા છે.

જવાલાઓ બેક સ્ટેશન એપ પર ભારતીય બેડમિંટનની સંભવનાઓ પર ચર્ચા દરમ્યાન કહ્યું કે મને આશા છે કે મેડલ જીતશે સિંઘુ પર આ વખતે ગયા વખત કરતા વધુ દબાણ હશે, તેમણે કહ્યું કે રિયોમાં સિંધુ માટે પરિસ્થિતિ સાવ અલગ હતી પણ હવે સ્થિતિ બિલકુલ બદલાઇ ગઇ છે. આ વખતે તેના પર લોકોનું વારે ધ્યાન છે અને એ સિંધુ પર આધાર રાખે છે કે તે આ દબાણને કેવી રીતે લે છે મને આશા છે કે તે આ દબાણને સકારાત્મક રૂપે લેશે. રિયો પણ તેના માટે સરળ નહોતું પણ ટોકીયો નિશ્ચીતપણે સરળ નહીં હોય. બધા તેની રમતને જાણી ગયા છે બધા તેને રમતી જુએ છે. જવાલાએ કહ્યું કે ચિંતાની વાતએ પણ છે કે કોરોના મહામારીના કારણે ખેલાડીઓને ઘણી બધી ટુર્નામેન્ટોમાં રમવાનો મોકો નથી મળ્યો.

(3:09 pm IST)