Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ઇશાંત શર્માએ રચ્યો ઈતિહાસ : કપિલ દેવને પણ પછાડનાર પહેલો ભારતીય બોલર બન્યો

ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો

સાઉથ હૈપ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં ભારતી ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ એક વિકેટ લેતા જ ઇતિહાસ રચી દીધો હતો. મેચના ત્રીજા દિવસે ઇશાંતે ડેવિન કોન્વેને 54 રન ઉપર આઉટ કર્યો હતો.આ વિકેટની સાથે જ તે ઈંગ્લેન્ડની ધરતી ઉપર સૌથી વધારે વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર બની ગયો છે. ઇંગ્લેન્ડમાં ઇશાંતની આ 44મી સફળતા હતી.

આ પહેલા આ રેકોર્ડ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રહેલા કપિલ દેવના નામ પર હતો. કપિલે ઇંગ્લેન્ડમાં રમાયેલી 13 મેચોમાં 43 વિકેટ લીધી હતી. જ્યારે ઈશાંતના નામ ઉપર મેચોમાં હવે 44 વિકેટ થઈ ગઈ છે. ભારત તરફથી ઇંગ્લેન્ડની સરજમીન ઉપર હવે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે સલામી બોલર ડેવોન કોનવે 54 રનની શાનદાર ફિફ્ટીથી ન્યૂઝીલેન્ડે ભારત સામે ત્રીજા દિવસે રવિવારે દિવસ પુરો થયો હતો. રમત પુરી થઈ ત્યાં સુધીમાં બે વિકેટ ઉપર 101 રન બનાવ્યા હતા. જ્યારે ભારતના સ્કોરથી 116 રન પાછળ છે. ભારતા પહેલા દાવમાં 217 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ન્યીઝીલેન્ડ તરફથી સ્ટંપ્સ સુધી કેપ્ટન કેન વિલિયમ્સન 37 બોલ ઉપર એક ફોરની મદદથી 12 રન અને રોસ ટેલરે બે બોલમાં ખાતું ખોલાયા વગર પેવેલિયન ભેગો થયો હતો. ભારત તરફથી ઇશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધીમાં એક-એક વિકેલ લીધી હતી.

(12:17 pm IST)