Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

આગામી વન-ડેમાં 500 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે ઈંગ્લેન્ડ! :ઈયોન મોર્ગન

ગયા રવિવાર (19 જૂને) ઈંગ્લેન્ડની ટીમ નોંટિંઘમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં 6 વિકેટે 481 રન ફટકારી દીધા. આ વન-ડે ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. મેચ બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યું કે, ‘અમારું આગામી ટાર્ગેટ વન-ડેમાં 500 રન બનાવવાનું છે. અમે આ મેચમાં પણ પાંચ સો રનની એકદમ નજીક પહોંચી ગયા હતા. અમે આની કલ્પના પણ નહોતી કરી.

(10:51 pm IST)