Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટેસ્‍ટમાં બોલ સાથે ચેડા કરનાર ચંડીમલ દોષિત સાબિત થયે આકરી સજા થવાના અેંધાણ

નવી દિલ્‍હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં બોલ સાથે ચેડા કરનાર ચંડીમલ દોષિત જાહેર થશે તો આકરી સજા મળવાના અેંધાણ વર્તાઇ રહ્યા છે.

વેસ્ટઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં બોલ સાથે ચેડા કરવાના આરોપસર શ્રીલંકાના કેપ્ટન પર એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ લાગી ગયો છે. આનો મતલબ કે, વેસ્ટઈન્ડિઝ સામે ત્રીજી ટેસ્ટમાં નહીં રમી શકે. આ ઉપરાંત જો આ પ્રકરણમાં ચંડીમલ દોષી સાબિત થશે તો તેને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર કરતા પણ વધુ સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં સ્મિથ અને વોર્નરને બોલ સાથે ચેડા કરવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.

બોલ સાથે ચેડા કરવાના એમ્પાયરના આરોપ બાદ ચંડિમલે ટીમ સહિત મેદાન પર ઉતરવાની ના પાડી દીધી હતી અને આશરે બે કલાકના વિવાદ બાદવિરોધ સાથેરમવા માટે મેદાનમાં ઉતર્યા હતા. ICC આ બાબતને પણ ધ્યાનમાં લઈ શ્રીલંકાના કેપ્ટન, કોચ અને મેનેજર પર સ્પોર્ટ્સમેન સ્પિરિટના ઉલ્લંઘનનો આરોપ લગાવી દીધો છે. આ સજા અંતર્ગત તેમના પર બેથી ચાર ટેસ્ટનો બેન લાગી શકે છે.

ચંડિમલ પર બોલ સાથે છેડછાડ કરવાનો આરોપ ત્યારે લાગ્યો જ્યારે તેણે એક મીઠી વસ્તુ ખાઈને બોલ પર થૂંક લગાવ્યું. ચંડીમલે એ તો સ્વીકાર્યું કે, તેને મીઠી વસ્તુ ખાધી હતી પણ બોલ ટેમ્પરિંગ કર્યું હોવાના આરોપને નકાર્યા હતા.

બીજી તરફ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ અને ઘણા દિગ્ગજ ખેલાડીઓ શ્રીલંકાની ટીમના પક્ષમાં છે અને બોલ ટેમ્પરિંગના આરોપોને નકારી રહ્યાં છે. જો ચંડીમલ પર આ આરોપો સાબિત થાય છે તો તેને ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે.

(5:29 pm IST)