Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભારતીય ટેબલ ટેનિસમાં ગુજરાતના બે ખેલાડીઓને મળ્યું સ્થાન

નવી દિલ્હી: ઓગસ્ટ મહિનામાં ઈન્ડોનેશિયા ખાતે યોજાનારી એશિયન ગેમ્સ - એશિયાડ માટેની ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતના સિનિયર ખેલાડી હરમીત દેસાઈની સાથે યુવા ખેલાડી માનવ ઠક્કરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે ભારતીય ટેબલ ટેનિસમાં ગુજરાતના બે ખેલાડીઓને સ્થાન મળ્યું હોવાની અનોખી ઘટના બની હતી. બંને ખેલાડીઓ સુરતના છે.ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા સનિલ શેટ્ટીના સ્થાને માનવ ઠક્કરને ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. જ્ઈન્ડોનેશિયામાં તારીખ ૧૮મી ઓગસ્ટથી લઈને ૨ સપ્ટેમ્બર દરમિયાન એશિયન ગેમ્સ રમાશે.
 

(4:54 pm IST)