Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઘર મેં અકેલી રહતી હૂં, જાન કો ખતરા રહતા હૈ

ધોનીની પત્નિ સાક્ષીને જોઈએ છે બંદૂક, લાઈસન્સ માટે અરજી કરતાં કહ્યું...

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્નિ સાક્ષીએ ગન રાખવા માટેનું લાઈસન્સ માગ્યુ છે. સાક્ષી ધોનીએ પોતાના જીવ પર જોખમ હોવાનું જણાવતા લાઈસન્સની માગણી કરી છે. સાક્ષીએ કહ્યું હતું કે મોટાભાગે હું ઘરે એકલી જ રહું છું. મારા કામ માટે એકલા જ પ્રવાસ કરવો પડે છે એથી જીવ જોખમમાં રહે છે. પરિણામે કોઈ શસ્ત્રની જરૂર છે.

સાક્ષીએ પિસ્ટલ કે ૦.૩૨ રિવોલ્વર માટે અરજી કરી છે. સાક્ષીએ લાઈસન્સ માટે અરજી કરતાં કહ્યું હતું કે જેટલુ જલ્દી બને એટલુ પિસ્ટલ કે રિવોલ્વર ખરીદવા માટે લાઈસન્સ આપવામાં આવે.

૨૦૧૦માં મહેન્દ્રસિંહ ધોનીને ગનના લાઈસન્સની મંજૂરી મળી હતી. ત્યારબાદ તેણે પિસ્ટલ ખરીદી હતી. ધોનીએ લાઈસન્સ માટે ઘણી મહેનત કરવી પડી હતી. તેની અરજીને કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવી હતી. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેને લાઈસન્સ આપવામાં આવ્યુ હતું. સાક્ષીએ લાઈસન્સ માટે કલેકટર ઓફીસમાં અરજી મોકલી છે. જેને બાદમાં રાંચી શહેરના સ્થાનિક અરગોડા પોલીસ સ્ટેશને મોકલવામાં આવી હતી. જેમાં તપાસ કરવામાં આવી હતી કે સાક્ષી પર કોઈ પણ પ્રકારનો કેસ છે કે નહિં.

(3:48 pm IST)