Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સાઉદી અરબને ૧-૦થી હરાવીને ઉરૂગ્વે નોકઆઉટમાં

રોસ્તોવ-ઓન-ડોન (રશિયા): ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮માં સાઉદી આરબને હરાવીને ઉરુગ્વે નૌકાઆઉટમાં પહોંચી છે સ્ટ્રાઇકર લુઈસ સુઆરેજના ગોલની મદદથી ઉરૂગ્વેએ ગ્રુપ-એના મેચમાં સાઉદી અરબને ૧-૦થી હરાવી દીધું હતું. આ મેચમાં સુઆરેજે ૨૩મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.

ઉરૂગ્વેએ સાઉદી અરબ પર જીતની સાથે નોક આઉટ સ્ટેજમાં પોતાની જગ્યા બનાવી છે આ  જીતની સાથે ઉરુગ્વેને ત્રણ પોઇન્ટ મળ્યાહતા  ઉરૂગ્વેની જીતનો ફાયદો યજમાન રૂસને પણ મળ્યો જે આગામી રાઉન્ડમાં પહોંચી ગયું છે. બીજીતરફ સાઉદી અરબ માટે આગામી રાઉન્ડમાં પહોંચવાની  સંભાવનાઓ સમાપ્ત થઈ ગઈ છે.

સાઉદી ટીમે મુકાબલામાં વાપસીનો પ્રયત્ન કર્યો પરંતુ સાઉથ અમેરિકી ટીમે દબાવ બનાવી રાખ્યો અને તેને રોકી દીધું હતું લુઈસ સુઆરેજે ઉરૂગ્વેના પોતાના ૧૦૦માં મેચમાં ૨૩મી મિનિટે ગોલ કર્યો.  સુઆરેજને કાર્લોસ સાંચેજના કોર્નરની કિક મળી જેને તેણે આસાનીથી ગોલ પોસ્ટમાં મોકલી દીધી હતી  આ  ઉરૂગ્વે માટે તેનો ૫૨મો ગોલ હતો.

સુઆરેજ ઉરૂગ્વે તરફથી ત્રણ અલગ વિશ્વ કપમાં ગોલ કરનારો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. તેને  ગોલકીપર મોહમ્મદ અલ-ઓવૈસની ભૂલનો ફાયદો પણ મળ્યો.

ઉરૂગ્વની ટીમ મજબૂત હતી પરંતુ તે ટૂર્નામેન્ટમાં રેકિંગમાં બીજી સૌથી નિચલા ક્રમાકની ટીમની વિરૂદ્ઘ  અપેક્ષાનુરૂપ પ્રદર્શન ન કરી શકી. સુઆરેજ ફોર્મમાં ન જોવા મળ્યો. બાર્સિલોનાનો આ સ્ટાર પોતાના  રંગમાં ન હતો.

(3:47 pm IST)