Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કોસ્ટા રીકા અને બ્રાઝિલની વચ્ચે મેચ રોમાંચક રહી શકે

સેન્ટ પીટર્સબર્ગ ખાતે શુક્રવારના દિવસે મેચ : નાઇજિરિયા- આઇસલેન્ડ વચ્ચે મેચ પણ દિલધડક હશે

મોસ્કો,તા. ૨૧ :    ફીફા વર્લ્ડ કપમાં આવતીકાલે આવતીકાલે પણ ત્રણ મેચો રમાનાર છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચુકેલા બ્રાઝિલ અને કોસ્ટા રિકા વચ્ચે રમાશે. આ મેચ સેન્ટ પીટર્સબર્ગ ખાતે રમાનાર છે. આ મેચમાં ૫૦ હજારથી વધારે ચાહકો ઉપસ્થિત રહી શકે છે. નાઇજિરિયા અને આઇસલેન્ડ વચ્ચે રમાનારી મેચ તેમજ સર્બિયા અને સ્વીત્ઝર્લેન્ડ વચ્ચેની મેચ પણ રોમાંચક બની શકે છે. બીજા રાઉન્ડની મેચોનો દોર હવે શરૂ થયો છે. હવે આગામી દોરમાં કોણ પહોંચી શકશે તે બાબતનુ ચિત્ર સ્પષ્ટ થશે.  રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે.  નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ થઇ ચુકી છે.   જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.  આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમોને જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. જે પૈકી ગ્રુપ એમાં રશિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઉરુગ્વેની ટીમો છે. બીજી બાજુ ગ્રુપ બીમાં પોર્ટુગલ, સ્પેન, મોરક્કો, અને ઇરાનની ટીમો છે. , ગ્રુપ સીમાં ફ્રાન્સ,ઓસ્ટ્રેલિયા, પેરુ અને ડેનમાર્કની ટીમો છે. આવી જ રીતે ગ્રુપ ડીમાં આર્જેન્ટિના, આઇસલેન્ડ, ક્રોશિયા અને નાઇજિરિયાની ટીમો છે. ગ્રુપ ઇમાં બ્રાઝિલ, સ્વીસ, કોસ્ટા રીકા અને સર્બિયાની ટીમ છે.  ગ્રુપ એફમાં જર્મની, મેક્સિકો, સ્વીડન અને દક્ષિણ કોરિયાની ટીમ છે. ગ્રુપ જીમાં બેલ્જિયમ, પનામા, ટ્યુનિશિયા અને ઇંગ્લેન્ડની ટીમ છે. આવી જ રીતે ગ્રુપ એચમાં પોલેન્ડ, સેનેગલ, કોલંબિયા અને જાપાનની ટીમ છે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બેક ટુ બેક આવી છે.. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા છે. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે. એકબાજુ ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. તમામ શક્તિશાળી ટીમોમાંથી ચેમ્પિયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુસ્લિમ દેશ આ વખતે રમી રહ્યા છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે.  તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી રહી છે.  પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ આપવામાં આવનાર છે. ચોથા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે.....

વર્લ્ડ કપ રોમાંચ જારી

સ્ટાર ખેલાડીઓ પર ચાહકોની નજર

         મોસ્કો, તા. ૨૧:    ફીફા વર્લ્ડ કપમાં આવતીકાલે આવતીકાલે પણ ત્રણ મેચો રમાનાર છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચુકેલા બ્રાઝિલ અને કોસ્ટા રિકા વચ્ચે રમાશે. આ મેચ સેન્ટ પીટર્સબર્ગ ખાતે રમાનાર છે. આ મેચમાં ૫૦ હજારથી વધારે ચાહકો ઉપસ્થિત રહી શકે છે.  ફીફા વર્લ્ડ કપમાં ૨૦મી જુનના દિવસે રમાયેલી મેચોના પરિણામ, આજે ગુરૂવારના દિવસે રમાનારી મેચો અને શુક્રવારના દિવસે રમાનાર મેચો નીચે મુજબ છે.

૨૦મી તારીખની મેચોના પરિણામ

*    પોર્ટુગલની મોરક્કો પર ૧-૦થી જીત થઇ

*    ઉુરુગ્વેની સાઉદી અરેબિયા પર ૧-૦થી જીત થઇ

*    સ્પેનની ઇરાન પર ૧-૦થી જીત થઇ

આજે રમાનારી મેચો

*    ડેનમાર્ક વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા  ( ૫-૩૦ વાગે)

*    ફ્રાન્સ વિરુદ્ધ પેરુ (૮-૩૦ વાગે)

*    આર્જેન્ટિના વિરુદ્ધ ક્રોએશિયા  ( ૧૧-૩૦)

૨૨મીએ રમાનારી મેચો

*    બ્રાઝિલ વિરુદ્ધ કોસ્ટા રિકા  ૫-૩૦ વાગે)

*    નાઇજિરિયા વિરુદ્ધ આઇસલેન્ડ (૮-૩૦ વાગે)

*    સર્બિયા વિરુદ્ધ સ્વીત્ઝર્લેન્ડ  ( ૧૧-૩૦)

(1:17 pm IST)