Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પોર્ટુગલ અને સ્પેને પોત પોતાની મેચ જીતી લીધી

આખરે સ્પેનની ઇરાન પર સંઘર્ષપૂર્ણ જીત થઇ : ૨૦૧૦ની વિજેતા ટીમની અંતિમ ૧૬માં પહોંચી જવા માટેની આશા ઉજળી : કોસ્ટાએ બે મેચમાં ૩ ગોલ કર્યા

મોસ્કો, તા. ૨૧ : ફિફા વર્લ્ડ કપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. કજાનમાં રમાયેલી મેચમાં ડિયેગા કોસ્ટાના ગોલની મદદથી સ્પેને વિશ્વ કપ ૨૦૧૮માં પોતાની પ્રથમ જીત મેળવી હતી. બુધવારના દિવસે રમાયેલી મેચમાં ઇરાન પર સ્પેને સંઘર્ષપૂર્ણ ૧-૦થી જીત મેળવી હતી. આની સાથે જ અંતિમ ૧૬માં પહોંચી જવા માટેની આશા ઉજ્જવળ રાખી હતી. કોસ્ટાએ પોર્ટુગલની સામે ૩-૩થી બરોબર રહેલી મેચમાં બે ગોલ કર્યા હતા. જ્યારે ઇરાનની સામે પણ એક ગોલ કર્યો હતો. આની સાથે જ તે હવે બે મેચમાં ત્રણ ગોલ કરી ચુક્યો છે. પ્રથમ હાફમાં અટેક અને ડિફેન્સની જોરદાર રમત જોવા મળી હતી. ઇરાની ટીમે જોરદાર રમત રમીને તમામને રોમાંચિત કરી દીધા હતા. વર્ષ ૨૦૧૦માં સ્પેનની ટીમ વિજેતા બની હતી. આ પરિણાંમ બાદ સ્પેપન ગ્રુપ બીમાં પોર્ટુગલની સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર છે. જ્યારે ઇરાન ત્રણ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. મોરક્કો બે મેચ હારી ગયા બાદ અંતિમ ૧૬ની દૌડથી બહાર થઇ ગઇ છે. ફિફા વર્લ્ડ કપમાં પણ યજમાન રશિયાએ જોરદાર દેખાવ જારી રાખીને તેની સતત બીજી જીત મેળવી લીધી હતી. આની સાથે જ રશિયા હવે આગામી દોરમાં પહોંચી ગયુ છે.  રશિયાએ તેની પ્રથમ મેચમાં સાઉદી અરેબિયા પર ૫-૦ના અંતરથી જીત મેળવી હતી. હવે ઇજિપ્ત પર ૩-૧ના અંતરથી જીત મેળવી લીધી છે. એક દિવસ પહેલા રમાયેલી મેચમાં સેનેેગલે પોલેન્ડ પર ૨-૧થી જીત મેળવી મોટો અપસેટ સર્જ્યો હતો. રશિયાએ બીજા હાફમાં જોરદાર રમત રમી હતી. બીજા હાફના ૧૫ મિનિટના ગાળામાં જ ત્રણ ગોલ કરી દેવામાં આવ્યા હતા. આની સાથે જ તે બીજા રાઉન્ડના કિનારે પહોંચી ગયુ છે. સતત બીજી મેચ હારી ગયા બાદ હવે ઇજિપ્તને વાપસી માટેની ટિકિટ બનાવી દેવાની ફરજ પડી શકે છે. ઇજિપ્તના સ્ટાર સ્ટ્રાઇકર મોહમ્મદ સલાહે ઇજા બાદ વાપસી કરી હતી. એક ગોલ પણ કર્યો હતો. નિજની મેદાન પર રમાયેલી ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ની ગ્રુપ એફની એક મેચમાં દક્ષિણ કોરિયા ઉપર સ્વિડને ૧-૦થી જીત મેળવી લીધી હતી. પહેલા હાફમાં કોઇ ગોલ થઇ શક્યા ન હતા જ્યારે બીજા હાફમાં ૬૫મી મિનિટમાં સ્વિડનના કેપ્ટન આંદ્રેસે ગોલ ફટકાર્યો હતો. પેનલ્ટી મળ્યા બાદ આ ગોલ ફટકારવામાં આવ્યો હતો. નિજનીના મેદાન પર રમાયેલી આ મેચમાં બંને ટીમોએ જોરદાર રમત રમી હતી. સ્વિડનની ટક્કર હવે ૨૩મી જૂનના દિવસે જર્મની સાથે થશે. જર્મનીની પ્રથમ મેચમાં મેક્સિકો સામે હાર થઇ હતીઆ જીત સાથે સ્વિડન પોતાના ગ્રુપમાં મેક્સિકો સાથે ટોપઉપર છે. પ્રથમ મેચ ગારી ગયા બાદ  હવે સ્વિડન સામે વર્તમાન ચેમ્પિયન જર્મનીને શાનદાર રમત રમવી પડશે. ઇરાન અને સ્પેન વચ્ચેની મેચ ખુબ રોમાંચક રહી હતી. સ્પેન જેવી શક્તિશાળી ટીમ સામે ઇરાનના ખેલાડીઓ છવાયેલા રહ્યા હતા.

(1:16 pm IST)