Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

વાહ, IPL રમાઇ શકે તેવા સર્જાતા સંજોગો

ક્રિકેટ રસીયાઓ માટે સારા સમાચાર : ૨૫ સપ્ટેમ્બરથી લઇને ૧ નવેમ્બર વચ્ચે લીગ ટુર્નામેન્ટનું ગોઠવાતુ આયોજનઃ જો કે બધો મદાર કોરોનાથી અસર ઉપર : પરિસ્થિતિ સુધારા ઉપર હશે તો જ આયોજનની ઘડાતી રણનીતી

રાજકોટઃ તા.૨૧, કોરોનાના કારણે અકળાઇ ઉઠેલા ક્રિકેટ રસીયાઓ માટે એક સારા સમાચાર એ છે કે 'આઇ.પી.એલ' રમાય તેવા સંજોગો સર્જાઇ રહયા છે.

સંભવતઃ ૨૫મી સપ્ટેમ્બરથી લઇને ૧ નવેમ્બર દરમિયાન આઇ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઇ શકે છે. જો કે  આ બધો મદાર કોરોનાની પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો બધુ જ સારૂ હશે તો આઇપીએલ રમાશે.

હાલ તો આયોજનને લઇને રણનીતી ઘડવા ચક્રો ગતિમાન થઇ ચુકયા છે. સુત્રો કહી રહયા છે કે હાલ સ્પષ્ટ કહી શકાય તેમ નથી. છતા બીસીસીઆઇ દ્વારા તૈયારીઓની શરૂઆત કરી દેવાઇ છે.

ટવેન્ટી ટવેન્ટી વિશ્વ કપ સ્થગીત કરવા માટે વધુ વિચારાઇ રહ્યું છે કેમકે આ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલીયામાં ૧૮ ઓકટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચેે રમાવા જઇ રહી છે. ત્યારે સ્થગીત થવા ઉપર વધુ ભાર દેવામાં આવી રહયો છે.

આઇ.પી.એલ. નિહાળવા મોટી આશા રાખીને બેઠેલા ક્રિકેટ રસીકોને રાજી રાખવા બીસીસીઆઇએ એવુ વિર્ચાયુ છે કે ૨૫ સપ્ટેમ્બરથી ૧ નવેમ્બર વચ્ચે લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં  આવે. ત્યાં સુધીમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી જશે. તેવી ધારણા રાખીને આ આયોજન વિચારાઇ રહયાનું સુત્રો જણાવી રહયાા છે. આમ લાંબા સમયથી રાહ જોઇ રહેલ ક્રિકેટ રસીયાઓને આઇ.પી.એલ નિહાળવા મળે તેવા અણસાર મળી રહયા છે.

(11:29 am IST)