Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

૧૯૮૩ અને ૨૦૧૧ આપણા માટે ગર્વની ક્ષણ હતી, આ વખતે પણ તેનાથી અલગ નહીં હોયઃ મહિલા ક્રિકેટર મિતાલી રાજે ટ્વિટ કરીને વિશ્વકપ માટે ભારતીય ટીમને શૂભેચ્‍છા પાઠવી

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ મહાકુંભ શરૂ થવાના દિવસો ગણાઇ રહ્યાં છે. આઈસીસી વિશ્વકપમાં ભાગ લેનારી તમામ 10 ટીમોની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે પોત ટીમો ઈંગ્લેન્ડ પહોંચવા લાગી છે. તો પૂર્વ ક્રિકેટર અને સક્રિય ક્રિકેટર અત્યારથી અટકળો લગાવી રહ્યાં છે કે વખતે ચેમ્પિયન કોણ બનશે. આજ રીતે ભારતની સૌથી સીનિયર સક્રિય મહિલા ક્રિકેટર મિતાલી રાજે ટ્વીટ કરીને ભારતીય ટીમને શુભકામના આપી છે. તેણે કહ્યું, 1983 અને 2011 આપણા માટે ગર્વની ક્ષણ હતી. વખતે પણ તેનાથી અલગ નહીં હોય.

36 વર્ષની મિતાલી રાજ દેશની એકમાત્ર ક્રિકેટર છે, જેનું આંતરરાષ્ટ્રીય કરિયર વર્ષ 2000થી શરૂ થયું હતું અને તે હજુ પણ ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે. આમ તો હરભજન સિંહનું કરિયર પણ 1998માં શરૂ થયું હતું, પરંતુ તે ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાથી દૂર છે. મિતાલી રાજે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં 50થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. તે ભારતીય વનડે ટીમની કેપ્ટન પણ છે.

મિતાલી રાજે સોમવારે ટ્વીટર પર એક પોસ્ટ કરી. જેમાં ભારકીય ટીમનો જુસ્સો અપાવતો વીડિયો અને ટેક્સ્ટ મેસેજ પણ છે. મિતાલી રાજે લખ્યું, 1983 અને 2011 અમારા માટે ગર્વની ક્ષણ હતી. વખતે પણ તેનાથી કશું અલગ નહીં હોય. હું દેશના દરેક ક્રિકેટપ્રેમી તરફથી વિરાટ કોહલી અને તેની ટીમને શુભકામનાઓ આપું છું.

મિતાલી રાજે જે વીડિયો ટ્વીટ કર્યો છે, તેના શબ્દો છે.

"ઉઠા દે બલ્લા, મચા દે હલ્લા'

ગેંદ સે અપની, ગિરા દે ડંડા

જુટા હૌસલા... બદલ ફૈસલા

જીત સે અપના... બઢા કાફિલા

ધૂલ ચટા દે, પૈર જમા લે

ખેલ સે અપને રંગ જમા દે

ગૂંજે બસ અપના નામ, ઈંડિયા...

હર દિલ કા તુજે સલામ ઈંડિયા...’

(4:44 pm IST)
  • સેન્સેકસ-નીફટીએ સવારનો સુધારો બપોરે ગુમાવ્યો : મુંબઇ : શેરબજારમાં આજે સવારે તેજી હતી પણ બપોરે એકાએક વેચવાલી વધતા બજાર પટકાયું : ર-૧પ કલાકે સેન્સેકસ ર૩૬ પોઇન્ટ ઘટીને ૩૯૧૧૬ અને નીફટી ૮૧ પોઇન્ટ ઘટીને ૧૧૭૪૬ ઉપર ટ્રેડ કરે છે : ડોલર સામે રૂપિયો ૬૯.૭૪ ઉપર છે access_time 3:32 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST

  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST