Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ફકત વર્લ્ડકપ જીતીને સાઉથ આફ્રિકા ચોકર્સનું લેબલ હટાવી શકે : કેપલર વેસલ્સ

૧૯૯૨ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા વતી રમનાર ૬૧ વર્ષના ભૂતપૂર્વ કેપ્ટન કેંપલર વેસલ્સે કહ્યું, સાઉથ આફ્રિકા ટીમ ચોકર્સનો ટેગ ફકત વર્લ્ડ કપ જીતીને હટાવી શકે છે. લોકો તેમને ત્યાં સુધી ચોકર્સ કહેતા રહેશે. જયાં સુધી તેઓ વર્લ્ડ કપ નહીં જીતે. ૧૯૯૯માં તેમની ટીમ બેસ્ટ હતી જેમાં લાન્સ ફ્યુઝનર જેવો શાનદાર ઓલરાઉન્ડર હતો છતાં તેઓ સેમી ફાઈનલમાં હાર્યા હતા. આ વખતે લોકો ઓછી આશા રાખી રહ્યા છે એટલે ટીમ પ્રેશર વિના સેમી ફાઇનલમાં પહોંચી શકે અને બધું સારું રહ્યું તો ફાઈનલમાં પણ પહોંચી શકે. ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.

(3:22 pm IST)