Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

આજે પૂજારા અને ઉનડકટ વચ્ચે મુકાબલો : જે જીતશે તે સોરઠ લાયન્સ સામે ફાઈનલ રમશે

ગોહિલવાડ લીગના તમામ મેચો હાર્યુ : ખંઢેરીના મેદાનમાં ઉમટતા ક્રિકેટપ્રેમીઓ

રાજકોટ, તા.૨૧ : સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગના એક મહત્વના મેચમાં સોરઠ લાયન્સે ગોહિલવાડ ગ્લેડીયેટર્સ ને હરાવીને ફાઇનલમાં દબદબાભેર પ્રવેશ કર્યો હતો,સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન મેદાન ખાતે રમાયેલા મેચમાં સોરઠ લાયન્સે શાનદાર ઓલરાઉન્ડ કરીને ફાઇનલ્મા પ્રવેશનરી પ્રથમ ટીમ બની હતી.ગોહિલવાડ ગ્લેડીયેટર્સના ૧૨૧ રનનો ટાર્ગેટ ૧૯મી ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

સોરઠ લાયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને આ નિર્ણય યથાર્થ નીવડ્યો હતો કારણ કે ગોહિલવાડ ગ્લેડીયેટર્સ ના બેટધરો અપેક્ષિત બેટિંગ અને સ્કોર કરવામાં નીવડ્યા હતા.પ્રથમ ૧૦ ઓવરમાં ધીમી બેટિંગ બાદ બાકીની ૧૦ ઓવરમાં પણ ખાસ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહેતા ગોહિલવાડ ગ્લેડીયેટર્સ ૨૦ ઓવરના અંતે ૬ વિકેટના ભોગે માત્ર ૧૨૦ રન ફટકાર્યા હતા જેમાં સૌથી વધુ રન કૃષ્ણકાંત પાઠકે ૩૩ બોલમાં ૪૩ રન હતા. તેમને ૪ છક્કા અને પણ ફટકાર્યા હતા જયારે અબ્રાર શેખે ૨૮ અને હેત્વીક કોટકે ૨૫ રન કર્યા હતા સોરઠ લાયન્સ વતી ચેતન ૨ સાકરીયા ૩ રનમા ૨ વિકેટ ઝડપી હતી જયારે ચિરાગ જયારે ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ ૧ વિકેટ ઝડપી હતી.

જવાબમાં સોરઠ લાયન્સે જરૂરી રન ૧૯જ્રાક ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને કરી લીધા હતા.સોરઠ લાયન્સ વતી હિમાલયા બારડે ૩૫,અયન દેવ ઝાલાએ ૨૪ અને ચિરાગ જાનીએ ૨૪ રન કર્યા હતા.

કુલ ચાર ૩ લીગ મેચ જીતીને સોરઠ લાયન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જયારે ગોહિલવાડ ગ્લેડીયેટર્સ ની ટીમ પોતાના તમામ મેચ હારી જતા સ્પર્ધામાંથી બહાર નીકળી ગઈ છે.

જોકે ગોહિલવાડ ગ્લેડીયેટર્સ ના સી ઈ ઓઙ્ગ નિખિલ રાઠોડે જણાવ્યું હતું કે પ્રથમ વર્ષ હતું અને આટલી મોટીઙ્ગ માટે ખેલાડીઓ પુરા તૈયાર ન હોઈ તેવું બની શકે અને ટીમ કોમ્બિનેશનમાં પણ એક પેઇસર અને એક વધુ ઓલરાઉન્ડરની જરૂર હતી અને આવતા વર્ષે ઓકશન થશે એટલે વધુ સારા ખેલાડીઓ લેવાનો મોકો મળશે.

આજે આખરી લીગ મેચમાં ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે મુકાબલો થશે જેમાં વિજેતા ટીમ ફાઇનલમાં સોરઠ લાયન્સની ટીમ સામે ટકરાશે એક રીતે જોઈએ તો આજનો મેચ સેમી ફાઇનલ જેવો બની રહેશે. ઉપરાંત આ જંગ જયદેવ ઉનડકટ વિરુદ્ઘ ચેતેશ્વર પૂજારા પણ બની રહેશેમ બંનેની ટીમે ત્રણ મેચમાંથી ૨ મેચ જીત્યા છે અને મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી શકશે.

(3:21 pm IST)