Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

૧૯૯૮માં યોજાયેલો ફૂટબોલ વિશ્વકપ ફિક્સ હોવાનો ફ્રાન્સના પૂર્વ ફૂટબૉલરે કર્યો ખુલાસો

નવી દિલ્હી: રશિયામાં આયોજિત ફિફા વિશ્વકપ શરૃ થવા આડે મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે એક ચોંકાવનારી વાત જાહેર થઈ છે. ખુલાસો થયો છે કે ૧૯૯૮માં યોજાયેલો ફૂટબોલ વિશ્વકપ ફિક્સ હતો, જે ફ્રાંસમાં યોજાયો હતો. ભૂતપૂર્વ યુઈએફએ અધ્યક્ષ અને ફ્રાંસના ફૂટબોલર રહી ચૂકેલા મિશેલ પ્લાટિનીએ એક રેડિયો ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, "ફ્રાંસ અને બ્રાઝિલની ટીમોનું મેચ શેડયુઅલ અગાઉથી નક્કી થઈ ચૂક્યું હતું." 

 

મિશેલે ખુલાસો કર્યો કે બ્રાઝિલને ગ્રૂપ-એમાં રાખવામાં આવ્યું હતું, જ્યારે ફ્રાંસને ગ્રૂપ-સીમાં સ્થાન અપાયું હતું, પરંતુ બંને ટીમોની જે હરીફ ટીમો હતી તે નબળી હતી. આથી બ્રાઝિલ અને ફ્રાંસે પોતાના ગ્રૂપની ટીમોને આસાનીથી હરાવી દીધી અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. બધાનું સપનું હતું કે ફ્રાંસ અને બ્રાઝિલની ટીમ ફાઇનલમાં પહોંચે. 
મિશેલ પર હાલ .૩૫ મિલિયન ડોલરની છેતરપિંડીનો આરોપ લાગેલો છે. તેના પર આરોપ ૧૯૯૮થી ૨૦૧૫ સુધી ફિફા અધ્યક્ષ રહી ચૂકેલા સેપ બ્લેટરે લગાવ્યો હતો. ત્યાર બાદ મિશેલ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

(3:41 pm IST)
  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST

  • કાલાવાડ રોડ પર આવાસ યોજનામાં કોર્પોરેશનના દરોડાઃ ૧૫ ફલેટમાં ધુસણખોરી : શહેરનાં કાલાવડ રોડ પર બિશપ હાઉસ પાછળ મ્યુનિ.કોર્પોરેશનની આવાસ યોજના કવાર્ટરમાં આવાસ યોજના વિભાગનું ચેકીંગ : ૧૫ કવાર્ટરનો કબ્જો લેવાયો access_time 4:26 pm IST

  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST