Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કાલે પ્રથમ કવોલીફાયર : બુધવારે કોલકત્તા-રાજસ્થાન વચ્ચે એલીમીનેટર

IPLની ટોપની બે ટીમો સનરાઇઝર હૈદ્રાબાદ અને ચેન્નાઇ સુપરકીંગ વચ્ચે મુંબઇમાં : મુંબઇમાં ર૭ના રોજ ફાઇનલ : કાલે ધોની અને વિલીયમસન ઉપર ચાહકોની નજર : ચેન્નાઇના વોટસન, બ્રાવો, રૈના ફોર્મમાં જયારે સનરાઇઝરનો વિલીયમસન-ધવન ઉપર ફાઇનલમાં કવોલીફાય કરાવવા મદાર

મુંબઇ, તા. ૨૧: મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની પ્રથમ ક્વાલિફાયર મેચ   લીગ તબક્કામાં ટોપમાં રહેલી બે ટીમો સનરાઇઝ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર વચ્ચે રમાનાર છે. આ મેચમાં જીત મેળવનાર ટીમ સીધી રીતે ફાઇનલમાં પ્રવેશ કરશે. આ હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

યજમાન મુંબઇની ટીમ ક્વાલિફાઇંગ કરવામાં નિષ્ફળ રહી છે પરંતુ મુંબઇના ચાહકોમાં અને દેશના ચાહકોમાં કોઇ હતાશા નથી. બે ટોપ ટીમો વચ્ચે જોરદાર ફાઇટ ટુ ફિનિશ જંગ ખેલાય તેવી શક્યતા છે. મેચને લઇને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચનુ પ્રસારણ આવતીકાલે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે.

કેન વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝ હૈદરાબાદની ટીમે જોરદાર દેખાવ કરીને તમામને ચોંકાવી દીધા છે. કેપ્ટન વિલિયમસન ઉપરાંત શિખર ધવન શાનદાર ફોર્મમાં રહ્યા છે. તેમના પર આવતીકાલે પણ મુખ્ય આધાર રહેશે. તેના લીગ તબક્કામાંથી ૧૮ પોઇન્ટ છે. બીજી બાજુ ચેન્નાઇના પણ ૧૮ પોઇન્ટ છે.

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં આ ટીમમાં સુરેશ રૈના, ધોની પોતે અને બ્રાવો તેમજ શેન વોટ્સન  જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.તેમની વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં સનરાઇઝની ચેન્નાઇની સામે હાર થઇ હતી. હવે સનરાઇઝ બદલો લેવા માટે તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ બે વર્ષના પ્રતિબંધ આઇપીએલમાં મેદાનમાં ઉતરી છે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ટીમનો જુસ્સો આસમાને છે. ધોનીના નેતૃત્વ વોટસન, બ્રાવો, રૈના હાલ ફોર્મમાં ચાલી રહ્યા હોવાથી ચેન્નાઈ સુપર હોટફેવરિટ ઉભરી રહી છે.

જ્યારે સનરાઈઝ હૈદરાબાદ ટીમ પણ આ સિઝન દરમિયાન સૌથી આગળ ચાલી રહી છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં શિખર ધવન, અગ્રવાલ જેવા ખેલાડીઓ ફોર્મ દેખાઈ રહ્યા છે જેથી તે પણ મેચ જીતવા માટે પ્રબળ દેખાઈ રહી છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ છે.   તમામ મેચોમાં જોરદાર રોમાંચ જોવા મળ્યો હતો. ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી હતી.

આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. લીગ તબક્કાની ૫૬ મેચો પૂર્ણ થઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. જેમાં ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકત્તા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ સ્પર્ધામાંથી આઉટ થઇ ગઇ છે.  આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમ્યા હતા. હાલમાં જ  સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા.

ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં મેચો ખુબ રોમાંચક રહી છે.  લીગ મેચની જેમ જ હવે પ્લે ઓફની મેચ પણઁ રહી શકે છે.

સનરાઈઝ હૈદરાબાદ : કેન વિલિયસન (કેપ્ટન), અગ્રવાલ, કેકે અહેમદ, બાસીલ થમ્પી, આરકે ભીલ, વિપુલ શર્મા, બ્રેથવેઇટ, શિખર ધવન, ગોસ્વામી, હેલ્સ, હસન, હુડા, જોર્ડન, પૌલ, ભુવનેશ્વર, નાબી, નટરાજન, એમકે પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સચિન બેદી, સહા, સંદીપ શર્મા, શાકીબ અલ હસન, સ્ટેઇનલેક,

ચેન્નાઈ સુપર કિંગ્સ : આસિફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહેર, ધોની (કેપ્ટન), પ્લેસીસ, હરભજન, તાહીર, જાડેજા, જાધવ, જગદીશન, શર્મા, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, રાયડુ, સેન્ટનર, શેઠ, શર્મા, સોરે, ઠાકુર, વિજય, શેન વોટસન, વુડ.

કાલથી પ્લે ઓફનો કાર્યક્રમ

*    ૨૨મી એ મુંબઇમાં સનરાઇઝ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર વચ્ચે ક્વાલિફાયર-૧

*    ૨૩મી એકોલકત્તામાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ઇલિમિનેટર મેચ

*    ૨૫મી એ કોલકત્તામાં ટીબીઅ-૧ે અને ટીબીએ-૨ વચ્ચે ક્વાલિફાયર-૨

*    ૨૭મી એ મુંબઇમાં ફાઇનલ

(4:29 pm IST)