Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ભારતમાં યોજાનાર ટી૨૦ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ નહીં જોડાયઃ બધા કેપ્ટનો ઉપર પ્રતિબંધ લાગવાનો ખતરો

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમોના બધા કેપ્ટનો પર ક્રિકેટ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા સંકટને જોતા પ્રતિબંધ લાગવાનો ખતરો મંડરાયો છે. એટલું જ નહીં આ કેપ્ટનોનું માનવું છે કે દક્ષિણ આફ્રિકા આ વર્ષે ટી20 વિશ્વકપમાંથી બહાર પણ થઈ શકે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ મંગળવારે કહ્યુ કે, તે દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ બોર્ડના સંચાલન સાથે જોડાયેલા મામલામાં ત્યાં સુધી દખલ નહીં આપે જ્યાં સુધી બોર્ડ તેના માટે કહેશે નહીં.

આઈસીસી પાસે મળી રાહતઓ

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમોના ત્રણેય કેપ્ટન ડીન એલ્ગર, તેમ્બા બાવુમા અને ડેન વેન નીકર્કે સંયુક્ત નિવેદન જારી કરી ક્રિકેટ દક્ષિણ આફ્રિકામાં (સીએસએ) માં ચાલી રહેલા સંકટને જોતા આઈસીસીથી સંભવિત સસ્પેન્સનને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આઈસીસીના નિવેદન બાદ પરંતુ તેને જરૂર રાહત મળશે.

આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું, આઈસીસી સભ્યોના મુદ્દાને હલ કરવા માટે સરકારોની સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બધા સરકારી હસ્તક્ષેપ ખોટા હોતા નથી. આવા મુદ્દામાં આઈસીસીના સામેલ થનારા સભ્યોથી ઔપચારિક ફરિયાદની જરૂરીયાત હોય છે.

એક સૂત્રએ કહ્યું, આઈસીસી ઉતાવળ કરવામાં નથી અને ઈચ્છે છે કે તે પોતાના મુદ્દા ખુદ ઉકેલે. તેમણે કહ્યું, અમે તે નથી કહેતા કે આ મામલામાં સરકારનો હસ્તક્ષેપ ખોટો છે. અમે પ્રક્રિયાઓનું તે રીતે પાલન કરીએ છીએ. જ્યારે સરકાર કેટલીક શરતોની સાથે ધન આપે છે તો તેને પણ સરકારી હસ્તક્ષેપ કહેવામાં આવે છે.

ટી20 વિશ્વકપથી બહાર રહી શકે છે દક્ષિણ આફ્રિકા

આ પહેલા ખેલાડીઓએ કહ્યું હતું કે, વર્તમાન ગતિરોધ દૂર ન થાય તો બની શકે કે દક્ષિણ આફ્રિકા આઈસીસી ટી20 વિશ્વકપમાં ભાગ ન લઈ શકે, જેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થવાનું છે. તેણે કહ્યું, આવા સમયમાં જ્યારે અમારે ભવિષ્યને લઈને ઉત્સાહિત થવાનું હતું, હવે અમે ભવિષ્યને લઈને ચિંતિત છીએ.

કેપ્ટનોએ નિવેદનમાં કહ્યું, દક્ષિણ આફ્રિકાની પુરૂષ ટીમે નવેમ્બરમાં આઈસીસી વિશ્વકપ રમવાનો છે. ક્રિકેટ પ્રશાસનની વર્તમાન સ્થિતિ તેનાથી જોડાયેલી અમારી તૈયારીઓ પ્રભાવિત કરી રહી છે. જો આઈસીસી આફ્રિકાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરે છે તો અમારે ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડી શકે છે.

(4:50 pm IST)
  • આજે રાજકોટ કોર્પોરેશને સાંજે જે નવા કોરોના કેસની યાદી બહાર પાડી છે તેમા અને ગાંધીનગરથી છેલ્લા 24 કલાક ના નવા કોરોના કેસના અકડાઓમાં વિસંગતતા જણાતા અકિલા એ રાજકોટ મ્યુ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ ને આ બાબતે પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજકોટ કોર્પોરેશને સાંજે જે આંકડાઓ દર્શાવ્યા છે તે છેલ્લા 24 કલાકના છે, નહિ કે બપોરથી સાંજના. એટલે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 397 નવા કોરોના કેસ નોંધાયાનું શ્રી ઉદિત અગ્રવાલે અકિલા ને જણાવ્યું છે. access_time 9:23 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST

  • સાબરમતી કાંઠામાં કમોસમી વરસાદથી પાકને નુકશાન : સાબરકાંઠાના વાતાવરણમાં પલટોઃ જિલ્લામાં મધરાત બાદ ભારે પવન સાથે વરસાદ, ખેતરમાં ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે. access_time 4:07 pm IST