Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

આઇપીએલ-11માં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ભારતીય ક્રિકેટરોનો દબદબો

નવી દિલ્હી: આઈપીએલમાં મોટાભાગે જોવામાં આવે છે કે સિક્સર કિંગ્સનો તાજ કોઈને કોઈ મહેમાન ખેલાડીના માથા પર જ સજતો રહ્યો છે, પરંતુ હવે ચોગ્ગા લગાવવાની વાતમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. જો ચાલુ સીઝનની વાત કરીએ અને કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ગુરુવાર સુધી રમાયેલ મેચ સુધીના આંકડાની વાત કરવામાં આવે તો સૌથી વધુ ચોગ્ગા લગાવનાર ટોપ-૧૦ ખેલાડીઓમાં આઠ ભારતના છે. આ યાદીમાં સૌથી ઉપર સનરાઈઝર્સ હૈદરાબાદના શિખર ધવનનો નંબર આવે છે. શિખર ધવને અત્યાર સુધી ૨૨ ચોગ્ગા લગાવ્યા છે. જ્યારે દિલ્હી ડેરડેવિલ્સના કિપર અને બેટ્સમેન ઋષભ પંતે ૨૨ ચોગ્ગા લગાવ્યા છે. તો ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી અત્યાર સુધી ૧૯ ચોગ્ગા ફટકારી ચુક્યો છે. જોકે સિક્સ લગાવવા મામલે શિખર ધવન સૌથી નીચે છે, અત્યાર સુધી તેણે માત્ર એક જ સિક્સ લગાવી છે. જ્યારે એક જ ઈનિંગ્સમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાની વાત આવે તેમાં પણ શિખર ધવન સૌથી આગળ છે, તેણે એક જ ઈનિંગમાં ૧૩ ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો નંબર આવે છે જેણે મંગળવારે રમાયેલ આરસીબી સામેની મેચમાં ૧૦ ચોગ્ગા લગાવ્યા હતા. 

(5:07 pm IST)