Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કરશે નવા કોચની પસંદગી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની ગઈકાલે થયેલી બેઠકમાં નેશનલ ક્રિકેટ ટીમના કોચની પસંદગીને લઈને કોઈ નિર્ણય નથી લઈ શકાયો. જો કે ક્રિકેટ બોર્ડનું કહેવુ છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા નવા કોચ અને ઓસ્ટ્રેલિયાના વન-ડે કેપ્ટનની ઘોષણા કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૩ જૂનથી શરૂ થનાર ઈંગ્લેન્ડના પ્રવાસમાં પાંચ વન-ડે મેચોની સીરીઝ અને એક ટી-૨૦ મેચ રમશે.

(12:17 pm IST)