Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ચેન્નઈ સુપર કિંગ્સન ઓપનર શેન વોટસને 51 બોલમાં ઝંઝાવાતી સદી ફટકારી :IPL -11ની સૌથી ઝડપી સદી

 

ચેન્નઈ સુપર કિંગ્સના વિસ્ફોટક ઓપનર શેન વોટસને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઈપીએલની 11મી સિઝનમાં બીજી અને પોતાની પહેલી સદી ફટકારી છે વોટસને 106 રન બનાવ્યા અને તે છેલ્લી ઓવરના પાંચમા્ં બોલ પર લોફલિનન શિકાર બન્યો.રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ચેન્નઈની ટીમ તરફથી શેન વોટસન ઓપનિંગ માટે ઉતર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓલરાઉન્ડર વોટસને ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરીને છગ્ગા સાથે 28 બોલમાં ફિફ્ટી પૂરી કરી. તેણે પોતાની સદી 51 બોલમાં પુરી કરી. શેટ વોટસને 57 બોલની પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને તાબડતોડ 6 છગ્ગા ફટકાર્યા. વોટસનની શાનદાર ઈનિંગના કારણે ચેન્નઈની ટીમ 5 વિકેટના નુકસાને 204 રનનો સ્કોર બનાવી શકી.

   શેન વોટસન પહેલા ક્રિસ ગેઈલે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ તરફથી રમતા 58 બોલમાં સદી ફટકારી હતી, જે આઈપીએલની 11મી સિઝનની પહેલી સદી હતી. વોટસને એકવાર ફરીથી ગેઈલનો રેકોર્ડ તોડી નાખ્યો અને 51 બોલમાં સદી પૂરી કરી. વોટસનના IPL કરિયરની ત્રીજી સદી છે.

  સાથે તેણે આઈપીએલમાં પોતાનો બેસ્ટ સ્કોર પણ બનાવી લીધો છે. વોટસને 2015માં રાજસ્થાન રોયલ્સ માટે રમતા કેકેઆર વિરુદ્ધ અણનમ 104 અને 2013માં ચેન્નઈ સુપર કિંગ્સની વિરુદ્ધ 101 રનની ઈનિંગ રમી હતી.

(1:25 am IST)