Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે પોલીસ ફરિયાદ ;ડો,આંબેડકર વિરુદ્ધ વિવાદી ટ્વીટ કરતા ફસાયો

 

ભારતીય ક્રિકેટ ટીમનો ઝડપી બોલર મહંમદ શમી બાદ હવે ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પણ વિવાદોમાં ફસાયો છે જોધપુરની એક નીચલી અદાલતે  હાર્દિક પંડ્યા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો છે મામલો બંધારણના ઘડવૈયા બી આર આંબેડકર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવાનો છે સિલસિલામાં ક્રિકેટર પડ્યા વિરુદ્ધ જોધપુરની અદાલતને એસસી,એસટી એક્ટ હેઠળ અરજી મળી હતી ત્યારબાદ કોર્ટે પંડ્યા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો છે

 

  હાર્દિક પંડ્યા સામે એફઆરઆઇ દાખલ કરવા કોર્ટમાં પહોંચેલા એડવોકેટ ડીઆર મેઘવાલે કહ્યું કે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કેટલાક મહિના પહેલા ડો, આંબેડકર વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા મામલેમાં તે પહેલા લૂણી પોલીસ મથકે એફઆરઆઇ કરવા ગયા હતા પરંતુ લૂણી પોલીસે એફઆરઆઇ કરવા ઇન્કાર કર્યો હતો તેથી કરીને તે કોર્ટમાં એફઆરઆઇ દાખલ કરવા કોર્ટના શરણે ગયા હતા

 

 

(1:42 am IST)