Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઓલ ઈન્ડિયા ટેનિસ ફેડરેશન આંતરરાષ્ટ્રીય મેન્સ ડબલ્સ જોડી પર ધ્યાન નથી આપતું

નવી દિલ્હી: હાલમાં આંતરરાષ્ટ્રીય ટેનિસમાં મેન્સ ડબલ્સમાં ભારતનો નંબર વન ખેલાડી રોહન બોપન્ના છે. તેણે ડેવિસ કપમાં તેની જોડી પેસ સાથે ન જમાવવા માટે વિનંતિ કરી હોવા છતાં ઓલ ઈન્ડિયા ટેનિસ ફેડરેશને તેના તરફ ધ્યાન આપ્યું નથી. ભારત અને ચીન વચ્ચેની ડેવિસ કપ એશિયા-ઓસેનિયા ગુ્રપ વન ટાઈ માટે એઆઇટીએ એ ડબલ્સ માટે પેસ-બોપન્ના પર પસંદગી ઉતારી છે. જેની આડકતરી ટીકા ભારતના લેજન્ડરી ટેનિસ સ્ટાર વિજય અમૃતરાજે કરી છે. બોપન્ના-પેસની જોડી અંગેના વિવાદમાં ભારતના લેજન્ડરી ખેલાડી વિજય અમૃતરાજે સીધી તો કોઈ કોમેન્ટ કરી નહતી. જોકે તેમણે કહ્યું હતુ કે, ડબલ્સ મેચ ત્યારે જ મહત્વની બને છે જ્યારે બંને ટીમના સિંગલ્સ ખેલાડીઓ બરોબરીના હોય. આમ કરીને અમૃતરાજે ભારતીય મેન્સ સિંગલ્સના હાલના સ્તર અંગે પણ ખુબ જ નારાજગી વ્યક્ત કરી હતી. અમૃતરાજે કહ્યું કે, આ પ્રકારનો મુદ્દો મહત્વનો નથી. સૌથી પહેલા તો સિંગલ્સની ચાર મેચો મહત્વની છે. જો લક્ષ્ય વર્લ્ડ ગુ્રપમાં પ્રવેશીને સારો દેખાવ કરવાનું હોય તો દેશમાં ટોપ-૫૦માં હોય તેવા ખેલાડીઓની જરુર છે. આ સિવાયના તમામ મુદ્દા મહત્વના નથી. વર્ષોથી ભારત માટે ડબલ્સ કેટેગરી અત્યંત મજબુત રહી છે, તે હકીકતને સ્વીકારતાં વિજય અમૃતરાજે ઉમેર્યું કે, એટીપી ટૂરમાં ડબલ્સમાં સાથે ન રમતાં હોય તેવા ખેલાડીઓને ડેવિસ કપમાં જીતવામાં મુશ્કેલી પડતી હોય છે. ભૂતકાળમાં ભારતના મોટાભાગના ખેલાડીઓ ડબલ્સમાં એટીપી ટૂરમાં સાથે રમતાં હતા, જેના કારણે તેઓ ડેવિસ કપ ડબલ્સમાં સારુ પર્ફોમન્સ આપી શકતા

(5:39 pm IST)