Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કેરળમાં ક્રિકેટ - મેચ માટે લેવાશે ફૂટબોલ મેદાનનો ભોગ?

નારાજ ફૂટબોલ ખેલાડીએ કહ્યુ કે શું એક ક્રિકેટ મેચ માટે જરૂરી છે કે ફૂટબોલ પીચને ખોદી કાઢવામાં આવે

કેરળ ક્રિકેટ એસોસીએશનની ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નવેમ્બરમાં કોચીમાં વન-૯ે મેચની યજમાની કરવાની યોજનાનો વિરોધ શરૂ થયો છે. આ મેચનું આયોજન કોચીના જવાહરલાલ નેહરૂ ફૂટબોલ સ્ટેડિયમમાં થવાનુ છે જે મેદાનને ફિફાનું પ્રમાણપત્ર મળેલુ છે. ઘણા ફૂટબોલ ખેલાડીઓએ કેરળ ક્રિકેટ એસોસીએશનના આ પગલાનો વિરોધ કર્યો છે, કારણ કે ક્રિકેટ રમાવાથી ફિફાની મંજૂરી મેળવેલા ફૂટબોલ મેદાનનું સ્વરૂપ બગડી જશે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરે ક્રિકેટ એસોસીએશનના આ પગલાને શંકાસ્પદ ગણાવતા કહ્યુ હતું કે વન-ડે તિરૂઅનંતપુરમને બદલે કોચીમાં કરાવવાના આ નિર્ણયના મામલે હું વહીવટદારોની સમિતિના અધ્યક્ષ વિનોદરાય સાથે વાત કરીશ.

(3:50 pm IST)
  • વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પ્રવાસીઓ અને પવર્તારોહકો દ્વારા ફેંકવામાં આવેલો કરચો કિલોમાં નહીં પણ ટનમાં છે. અહીં અંદાજે 100 ટન કચરો એકત્ર થયેલો છે. જેને એકત્ર કરી એરલિફ્ટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનના પહેલા દિવસે 1200 કિલો કચરો લુકલા ઍરપૉર્ટથી કાઠમંડૂ 'ઍરલિફ્ટ' કરવામાં આવ્યો જે રિસાઇકલ માટે મોકલવામાં આવ્યો. access_time 2:12 am IST

  • રશિયાના રાષ્ટ્રપતિ આ ઉંમરે પણ પોતાની ફિટનેસને લઈ ભારે ચર્ચામાં છે. ત્યારે એક લોકલ ટીવી ચેનલ ‘કેપિટલિસ્ટ ટીવી દાવો કર્યો હતો કે, પુતિન પોતાની સમાગમ શક્તિ વધારવા માટે સાઇબેરીયના હરણના શિંગળાના લોહીથી ન્હાય છે. ચેનલે દાવો કર્યો હતો કે,2016માં પુતિન માટે આ હરણોનો લગભગ 70 કિલો શીંગળા કાપવામાં આવ્યા હતા. access_time 2:12 am IST

  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST