Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મુંબઈમાં ધોનીએ હંકારી બાઈક તો કોહલીએ કરાવી નવી હેરસ્ટાઈલ

૭ એપ્રિલથી દેશમાં આઈપીએલની શરૂઆત થવાની છે, પરંતુ એ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં મુંબઈમાં આરામ કરી રહ્યો છે તો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એડના શૂટીંગમાં વ્યસ્ત છે. ગઈકાલે ધોની બાંદરાના બેન્ડ સ્ટેન્ડ પર બાઈક ચલાવતો દેખાયો ત્યારે ઘણાને આશ્ચર્ય થયુ હતું. ત્યારબાદ ખબર પડી હતી કે તે એક જાહેરખબર માટે બાઈક ચલાવી રહ્યો હતો બીજી તરફ વિરાટ કોહલીએ સોશ્યલ મીડીયામાં પોતાની નવી હેરસ્ટાઈલ સાથેનો ફોટો મૂકયો છે. તેણે મુંબઈના સેલીબ્રીટી હેરસ્ટાઈલીસ્ટ આલીમ હાકીમ પાસે આ નવી હેરકટ કરાવી છે. પોતાના નવા લુકનો ફોટો ટ્વીટર ઉપર શેર કરતા તેણે લખ્યુ છે, 'ધ ગ્રેટ કમ ફ્રોમ સ્ટાઈલ - માસ્ટર આલીમ હાકીમ.'

(3:47 pm IST)
  • હે ભગવાન.... ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જ્યાં એક MBBS ડૉક્ટર મહિલાએ યુવાન બનાવા અને પોતાની પાસે રહેલું સોનું ડબલ કરવાની લાલચ સાથે તાંત્રિકને નાની મોટી નહીં પરંતુ પૂરા રુપિયા 2 કરોડની રકમ આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણમાં આવતા 55 વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ડૉક્ટરે તાંત્રિકને રુ. 65 લાખ કેશ અને દોઢ કિલો સોનું તેમજ ચાંદીના ઘરેણા આપ્યા હતા. access_time 1:48 am IST

  • આવી રહેલ હવાના દબાણને લીધે દક્ષિણ અને આંતરિક તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને કોંકણ-ગોવાના ભાગોમાં સારો વરસાદ પડશે access_time 12:52 pm IST

  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST