Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મિયાંદાદ કરતા સારી હતી કાર્તિકની સિકસરઃ ચેતન શર્મા

ટી-૨૦ ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં દિનેશ કાર્તિકે સૌમ્ય સરકારના બોલમાં સિકસર ફટકારીને ભારતને જીતાડ્યુ હતું. છેલ્લા બોલમાં જીતવા માટે પાંચ રન જોઈતા હતા, પરંતુ કાર્તિકે કવર્સની ઉપરથી સિકસર ફટકારીને ટીમને અવિશ્વસનીય જીત અપાવી હતી. ઘણા લોકોને આ સિકસર જોઈને શારજાહમાં રમાયેલી એ મેચની યાદ આવી ગઈ હતી જેમાં જાવેદ મિયાંદાદે ચેતન શર્માના બોલમાં સિકસર ફટકારી હતી. જો કે એમાં કંઈ ખોટુ પણ નહોતુ. ક્રિકેટના ઈતિહાસમાં એવી બે જ ઘટના બની છે જેમાં છેલ્લા બોલમાં સિકસર ફટકારીને કોઈ ટીમ ટ્રોફી જીતી હોય.

૧૯૮૬માં શારજાહમાં ભારતે હતાશ થવુ પડ્યુ હતું જયારે ચેતન શર્માના બોલમાં મિયાંદાદે સિકસર ફટકારીને પાકિસ્તાનના ઓસ્ટ્રેલ - એશિયા કપ જીતાડ્યો હતો. ૩૨ વર્ષ બાદ દિનેશ કાર્તિકે આવુ જ કામ ભારત માટે કર્યુ છે. વર્લ્ડકપ ક્રિકેટ ઈતિહાસમાં પહેલી હેટટ્રીક લેનાર ચેતન શર્માએ કાર્તિકની સિકસરને મિયાંદાદની સિકસર કરતા વધુ સારી ગણાવતા કહ્યુ હતું કે મિયાંદાદે મારા બોલમાં મિડવિકેટ પર સિકસર ફટકારી હતી તો કાર્તિકે કવર્સની ઉપરથી મારી હતી.

(3:45 pm IST)
  • સોનિયા ગાંધીના સ્થાપિત ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ : વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે : સોનિયા ગાંધી સ્થાપિત રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે તપાસ ચાલુ થઈ છેઃ લોકસભામાં માહિતી આપતા રાજયકક્ષાના ગૃહમંત્રી કિરણ રિજ્જુ access_time 3:40 pm IST

  • સિંગર અલકા યાજ્ઞિક આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. અલકાનો જન્મ કલકત્તાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અલકાએ પોતાના માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. access_time 1:49 am IST

  • રશિયાના રાષ્ટ્રપતિ આ ઉંમરે પણ પોતાની ફિટનેસને લઈ ભારે ચર્ચામાં છે. ત્યારે એક લોકલ ટીવી ચેનલ ‘કેપિટલિસ્ટ ટીવી દાવો કર્યો હતો કે, પુતિન પોતાની સમાગમ શક્તિ વધારવા માટે સાઇબેરીયના હરણના શિંગળાના લોહીથી ન્હાય છે. ચેનલે દાવો કર્યો હતો કે,2016માં પુતિન માટે આ હરણોનો લગભગ 70 કિલો શીંગળા કાપવામાં આવ્યા હતા. access_time 2:12 am IST