Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભજ્જી બન્યો સિંગર

ભારતીય ક્રિકેટર હરભજનસિંહે શહીદ ભગત સિંહને સમર્પિત પોતાનું ત્રીજું આલબમ બહાર  પાડ્યુ છે. 'એક સુનેહા-૨' નામના આ  પાંચ મિનિટના વિડીયો આલબમમાં હરભજને શહીદ ભગતસિંહના જીવન અને તેમણે કરેલા  કાર્યો દર્શાવવાનો પ્રયાસ કર્યો છે જેને  કારણે સમાજમાં જાગૃતિ આવી શકે.

(3:44 pm IST)
  • અફઘાનીસ્તાનના પાટનગર કાબુલમાં યુનિર્વસીટી નજીક કાર બોંબ બ્લાસ્ટઃ ૨૬ના મોત : અફઘાનિસ્તાના કાબુલમાં આત્માઘાતી કાર બોંબ બ્લાસ્ટમાં ૨૫ના મોત, ૧૮ ઈજાગ્રસ્તઃ કાબુલ યુનિ. અને અલી અબાદ હોસ્પિટલ પાસે થયો બ્લાસ્ટઃ નવુ વર્ષની થઈ રહી હતીઃ ઉજવણી access_time 4:47 pm IST

  • રશિયાના રાષ્ટ્રપતિ આ ઉંમરે પણ પોતાની ફિટનેસને લઈ ભારે ચર્ચામાં છે. ત્યારે એક લોકલ ટીવી ચેનલ ‘કેપિટલિસ્ટ ટીવી દાવો કર્યો હતો કે, પુતિન પોતાની સમાગમ શક્તિ વધારવા માટે સાઇબેરીયના હરણના શિંગળાના લોહીથી ન્હાય છે. ચેનલે દાવો કર્યો હતો કે,2016માં પુતિન માટે આ હરણોનો લગભગ 70 કિલો શીંગળા કાપવામાં આવ્યા હતા. access_time 2:12 am IST

  • સિંગર અલકા યાજ્ઞિક આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. અલકાનો જન્મ કલકત્તાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અલકાએ પોતાના માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. access_time 1:49 am IST