Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

૨૦૧૮ : રમતોમાં રોમાંચ

જૂનમાં ફિફા વર્લ્ડકપનુ પણ આયોજન કરાયુ

વર્ષ ૨૦૧૮માં હવે ખેલ પ્રેમીઓને જુદી જુદી રમતમાં જોરદાર આકર્ષણ જોવા મળનાર છે. જેમાં ફુટબોલ વિશ્વ અને આઇપીએલનો પણ સમાવેશ થાય છે. સૌથી વધારે ઉત્સુકતા આઇપીએલને લઇને પણ રહેશે. ૨૦૧૮માં હવે કઇ કઇ રમત રમાશે તે નીચે મુજબ છે.

ફુટબોલનો ક્રેઝ રહેશે

ઓલિમ્પિક બાદ સૌથી મોટી રમત તરીકે ગણાતા ફુટબોલમાં આ વખતે રોમાંચ રહેશે. વિશ્વકપ ફુટબોલ આ વર્ષે જ યોજાનાર છે. ૧૪મી જૂનથી રશિયામાં ફિફા વર્લ્ડકપ ફુટબોલ શરૂ થશે જે ૧૫મી જુલાઈ સુધી ચાલશે. ફિફા વર્લ્ડકપમાં તમામ ટોપ ટીમો અને તમામ ટોપ સ્ટાર જોવા મળશે. નેધરલેન્ડ, ઇટાલી અને ચીલી જેવી ટીમો આ વખતે વર્લ્ડકપ ફુટબોલમાં ક્વોલીફાઈ કરી શકી નથી. આ તમામ સુપરપાવર ટીમો બહાર થઇ ચુકી છે. બીજી બાજુ રોનાલ્ડો અને મેસ્સી જેવા સ્ટાર ફુટબોલરો ફિફા વર્લ્ડકપમાં જોવા મળશે. કારણ કે, આર્જેન્ટીના અને પોર્ટુગલ ક્વાલીફાઇ થવામાં સફળ રહી છે. આ બંને ખેલાડીઓ પણ છેલ્લી વખત મેદાનમાં ઉતરી રહ્યા છે. ૧૫મી જુલાઈ સુધી વર્લ્ડકપ ફુટબોલ ચાલશે. આ ઉપરાંત ૨૬મી મેના દિવસે ચેમ્પિયન્સ લીગની ફાઈનલ રમાનાર છે. બીજી બાજુ ૨૪મી મેના દિવસે યુરોપિયન લીગની ફાઇનલ રમાશે.

ટેનિસનો રોમાંચ

ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ ટેનિસ પ્રેમીઓને મજા પડી જશે. ૨૧મી માર્ચથી પહેલી એપ્રિલ દરમિયાન મિયામી માસ્ટર્સ સ્પર્ધા ચાલનાર છે. ૧૫મી એપ્રિલથી ૨૨મી એપ્રિલ દરમિયાન મોન્ટેકાર્લો માસ્ટર્સ, ૬ઠ્ઠી મેથી ૧૩મી મે દરમિયાન મેડ્રિડ માસ્ટર્સ અને ૨૭મી મેથી ૧૦મી જૂન દરમિયાન ફ્રેન્ચ ઓપન ટેનિસ રમાશે. આ ઉપરાંત બીજી જુલાઈથી ૧૫મી જુલાઈ દરમિયાન

આઇપીએલ-૨૦૧૮

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ, ૬ઠ્ઠી ઓગસ્ટથી ૧૨મી ઓગસ્ટ દરમિયાન રોઝર્સ કપ, ૧૨મી ઓગસ્ટથી ૧૯મી દરમિયાન સિનસિનાટી, ૨૭મી ઓગસ્ટથી ૯મી સપ્ટેમ્બર દરમિયાન ન્યુયોર્કમાં યુએસ ઓપન અને ૭મી ઓક્ટોબરથી ૧૪મી ઓક્ટોબર દરમિયાન શાંઘાઈ માસ્ટર્સ, ૨૯મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર દરમિયાન પેરિસ માસ્ટર્સ અને ૧૧મી નવેમ્બરથી ૧૮મી નવેમ્બર દરમિયાન લંડન માસ્ટર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેડમિંટનનો રોમાંચ

૩૦મી જુલાઈથી પાંચમી ઓગસ્ટ દરમિયાન વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ૨૦મી નવેમ્બરથી ૨૫મી નવેમ્બર દરમિયાન વર્લ્ડ સુપરસીરીઝ રમાશે. બેડમિન્ટન ખેલાડીઓ આશાવાદી છે

અન્ય રમતોનું આયોજન

જાકાર્તામાં ૧૮મી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર દરમિયાન એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ખેલાડીઓ માટે અહીં શાનદાર દેખાવ કરવાની તક રહેશે. ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડના એથ્લિટો પણ છવાઈ જવા ઇચ્છુક છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ચોથી એપ્રિલથી ૧૫મી એપ્રિલ દરમિયાન થનાર છે. આવી જ રીતે ૨૮મી નવેમ્બરથી ૧૬મી ડિસેમ્બર દરમિયાન પુરુષોની હોકી વર્લ્ડકપનું આયોજન થનાર છે. ભારતે ખુબ સારો દેખાવ હાલમાં કર્યો છે. અલબત્ત ૨૦૧૭માં નિરાશાજનક દેખાવ રહ્યો હતો. ભારતે એશિયા કપમાં જીત હાંસલ કરી હતી. ઘરઆંગણે તેની પાસેથી વધારે સારા દેખાવની અપેક્ષા છે.

ફોર્મ્યુલા વન

લુઇસ હેમિલ્ટન અને સેબેસ્ટાઇન વેટેલ વચ્ચે સ્પર્ધા હજુ જોવા મળી શકે છે. ૨૫મી માર્ચના દિવસે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ, ૮મી એપ્રિલના દિવસે બહેરિન ગ્રાન્ડ પ્રિક્સ, ૧૫મી એપ્રિલના દિવસે ચાઈનીઝ ગ્રાન્ડ પ્રિક્સ, ૨૯મી એપ્રિલના દિવસે અજરબેજાન ગ્રાન્ડ પ્રિક્સ, ૧૩મી મેના દિવસે સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ, ૨૭મી મેના દિવસે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ, ૧૦મી જૂનના દિવસે કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ, ૨૪મી જૂનના દિવસે ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિક્સ, પહેલી જુલાઈના દિવસે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ, ૮મી જુલાઈના દિવસે બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ, ૨૨મી જુલાઈના દિવસે જર્મન ગ્રાન્ડ પ્રિક્સ, ૨૯મી જુલાઈના દિવસે હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ઇટાલિયન, સિંગાપોર, રશિયન, યુએસ, મેક્સિકન, બ્રાઝિલિયન અને અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સ યોજાશે.

(12:18 pm IST)
  • લંગર ઉપર GST નહી લેવાયઃ પંજાબ સરકારનો મોટો નિર્ણય access_time 3:43 pm IST

  • બોલીવુડમાં જેમના લગ્નની ચર્ચા સૌથી વધુ છે એવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક તસવીરે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. બંના વેડિંગ લૂકનો ફોટો વાઇરલ થયો છે. દીપિકા પાદુકોણના એક ફેન સિદ્ધાંતે સુંદર રીતે ફોટોશોપ કરીને આ તસવીરો તૈયાર કરી છે. આ તસવીરો સાથે અનેક હેશટેગ આપવામાં આવ્યા છે. એક્ટર્સ અથવા તેના પરિવાર તફથી ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું. access_time 1:50 am IST

  • લાલુ પ્રસાદની તબિયતમાં સુધારો નહિ દર્શાતા તેમને રિમ્સ હોસ્પિટલમાં લઇ ગયા access_time 4:24 pm IST