Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પંત સ્વીકાર કરે, તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છેઃ રહાણે

ક્રિકેટ ઉપર ફોકસ રાખવું પડશે

વેલિંગ્ટનઃ ભારતના વાઈસ કેપ્ટન અજિંકય રહાણેએ તેના જુનિયર સાથી રિષભ પંતને મોટી સલાહ આપી છે. તેણે કહ્યું કે પંતે સ્વીકાર કરવાની જરૂરત છે, તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને તેને લઈને તેણે ક્રિકેટમાં સારૃં કરવા પર ફોકસ રાખવું પડશે.૨૨ વર્ષનો પંત પાંચ મહિના પહેલાં સુધી વિકેટકીપર- બેટ્સમેન તરીકે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ હતો. હવે તેને તેનું એ સ્થાન નથી. સીમિત ઓવરોમાં ક્રિકેટમાં કેએલ રાહુલે તેને બેદખલ કરી દીધો, જયારે ટેસ્ટમાં વૃદ્ધિમાન સાહા વિકેટકીપર હતો.અજિંકય રાહણે પોતે પણ ખરાબ સમય જોઈ ચૂકયો છે. તેણે આ યુવા ક્રિકેટરની હિંમત વધારી છે. રહાણેએ કહ્યું, આ મહત્વપૂર્ણ છે કે તું જે પણ કરી રહ્યો છે એને સ્વીકાર કરે. સકારાત્મક રહે. કોશિશ કર અને કોઈપણ ખેલાડીથી વધારેમાં વધારે વસ્તુ શીખે. વાત સિનિયર કે જુનિયરની નથી.

(3:36 pm IST)