Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ભારત પાસે ફાસ્ટ બોલિંગનો અટેક, માત્ર કોહલી પર ફોકસ નહીં કરીએઃ વિલિયમસન

વેલિંગ્ટનની પિચમાં શરૂઆતમાં બોલરોને મદદ મળશે બાદ બેટસમેનો રન બનાવી શકશે

વેલિંગ્ટનઃ ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થવા પહેલાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે પહેલી ટેસ્ટમાં ભારતીય બોલર્સનો અટેક પહેલાં બરાબર ચેક કરશે પછી ધૈર્ય સાથે બેટિંગ આગળ વધારશે. વિલિયમસને કહ્યું, 'ઓસ્ટ્રેલિયામાં ત્યાંના ફાસ્ટ બોલર્સની સરખામણીએ આ બિલકુલ અલગ હશે. અહીં પરિસ્થિતિ એકદમ અલગ છે. ભારત પાસે વર્લ્ડ કલાસ ફાસ્ટ બોલિંગ અટેક છે જેમણે દરેક પરિસ્થિતિમાં સારૃં પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં મળેલી હાર બાદ અમે જીતવા માગીએ છીએ. અમે એ સીરીઝમાંથી બોધપાઠ લીધો છે, પરંતુ અહીં અમે અમારી ગેમ પ્રમાણે જ રમીશું.'

ઓસ્ટ્રેલિયામાં ન્યુઝીલેન્ડને ૩-૦ સાથે સીરિઝમાં હારનો સામનો કરવો પડયો હતો. એમાં પેટ કમિન્સ, હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કે ન્યુઝીલેન્ડના બેટ્સમેનને પરેશાન  કરી મૂકયા હતા. બેસિન રિઝર્વની પિચ વિશે વિલિયમસને કહ્યું, 'અહીં શરૂઆતમાં બોલર્સને મદદ મળશે, પરંતુ બાદમાં બેટ્સમેન માટે પિચ સરળ બની જશે. એમાં સંતુલન છે એથી સૌને મદદ મળશે. વિરાટ કોહલીની વિકેટ અગત્યની છે, પરંતુ  તેમની ટીમ માત્ર વિરાટ પર ફોકસ કરતી નથી.'

(3:36 pm IST)