Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

એશિયન ચેમ્‍પિયનશીપમાં ગોલ્‍ડ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા રેસલર તરીકે દિવ્‍યા કાકરાની સિદ્ધિ

મહિલાઓની રેસલિંગ ચેમ્પિયનશિપમાં

નવી દિલ્હીઃ દિવ્યા કાકરાને ગુરૂવારે અહીં એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા રેસલર બની ગઈ છે. તેણે પોતાના તમામ મુકાબલા વિરોધીએને પછાડીને જીત્યા, જેમાં જાપાનની જૂનિયર વિશ્વ ચેમ્પિયન નરૂહા માતસુયુકીને હરાવવી પણ સામેલ છે. દિવ્યાએ શાનદાર પ્રદર્શન કરતા પાંચ રેસલરોના 68 કિલો વર્ગમાં પોતાના તમામ 4 મુકાબલા જીત્યા જે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાયા હતા.

નવજોત કૌર એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી, જેણે 2018માં કિર્ગિસ્તાનના બિશકેકમાં 65 કિલોગ્રામનો ખિતાબ જીત્યો હતો. યજમાનો માટે દિવસ યાગદાર રહ્યો, જેમાં સરિતા મોર (59 કિલો), પિંકી (55 કિલો) અને નિર્મલા દેવી (50 કિલો)એ પોતાના વજન વર્ગની ફાઇનલમાં પહોંચીને ઓછામાં ઓછો સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે.

ચીનના રેસલરોની ગેરહાજરીમાં અને જાપાને પોતાના સર્વશ્રેષ્ઠ રેસલરોને ન મોકલતા પડકાર થોડો નબળો પડી ગયો હતો. એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા દિવ્યાએ 68 કિલોમાં પહેલા કઝાખસ્તાનની એલબિના કૈરજેલિનોવાને પરાસ્ત કરી પછી મંગોલિયાની ડેલગેરમા એંખસાઇખાનને પરાજય આપ્યો હતો.

મંગોલિયાઈ રેસલર વિરુદ્ધ તેનું ડિફેન્સ થોડું ખરાબ રહ્યું પરંતુ તે પોતાની વિરોધીને હટાવવામાં સફળ રહી હતી. ત્રીજા રાઉન્ડમાં દિવ્યાનો સામનો ઉઝ્બેકિસ્તાનની એજોડા એસબર્જેનોવાની સાથે હતો અને તેણે 4-0ની લીડ બનાવ્યા બાદ પોતાની વિરોધીને માત્ર 27 સેકન્ડમાં પરાજય આપી દીધો હતો. જાપાનની જૂનિયર વિશ્વ ચેમ્પિયન વિરુદ્ધ દિવ્યાએ 4-0ની લીડ હાસિલ કરી હતી.

જાપાની રેસલરે બીજા પીરિયડમાં મજબૂત શરૂઆત કરી અને ભારતીય રેસલરના ડાબા પગ પર હુમલો કર્યો પરંતુ તેણે અંક જમણા પગ પર આક્રમણથી મેળવ્યા, જેથી સ્કોર 4-4 થઈ ગયો હતો. દિવ્યાએ પરંતુ વિરોધીને પરાસ્ત કરી હતી. ત્યારબાદ મેટથી ઉતરીને કોચની સાથે જશ્ન મનાવવા લાગી, ત્યારબાદ રેફરીએ સત્તાવાર રૂપે તેને 6-4થી વિજેતા જાહેર કરી હતી.

(4:31 pm IST)