Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રોસ ટેલરે ઇતિહાસ રચ્યોઃ ત્રણેય ક્રિકેટ ફોરમેટમાં ૧૦૦ મેચ રમનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

આજે વેલીંગ્ટનમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મેચ શરૂ થયો છે. પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના આધારસ્તંભ બેટસમેન રોસ ટેલરે મેદાનમાં ઉતરતાની સાથે જ ઇતિહાસ રચ્યો હતો. ટેલરે ક્રિકેટના  ત્રણેય ફોર્મેટમાં ૧૦૦ મેચ રમવાની સિધ્ધી મેળવી છે. આજે મેચ શરૂ થતા ટેલરે પોતાના બંને બાળકો પુત્ર જોન્ટી અને પુત્રી મેકેન્ઝીને લઇ ગ્રાઉન્ડમાં જતા સ્ટેડીયમમાં ઉપસ્થિત ક્રિકેટ રસિકોએ તેને વધાવ્યો હતો.

(11:38 am IST)