Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

મને મારી દેશભક્તિ પુરવાર કરવા માટે સોશિયલ મીડિયાની જરૂર નથી: સાનિયા મિર્જા

નવી દિલ્હી: પુલવામા ખાતે જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થઇ રહી છે. કેટલાક ટ્રોલર્સે સાનિયા મિર્ઝાને પાકિસ્તાન જ સ્થાયી થઇ જવાની સલાહ આપી હતી. આ ટ્રોલર્સને જવાબ આપતા સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ લખી છે કે, 'મને મારી દેશભક્તિ પુરવાર કરવા માટે સોશિયલ મીડિયાની જરૃર નથી. આ હુમલાથી જેટલું દુઃખ સમગ્ર દેશવાસીઓને થયું છે, તેટલું જ મને છે. આ પ્રકારનો કોઇ પણ હુમલો થાય ત્યારે ટ્વીટર, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જ પોતાની દેશભક્તિ દર્શાવવી જરૃરી છે? કોઇ પણ હુમલા અંગે મારે સાર્વજનિક રીતે નીંદા કરવી જ તે જરૃરી નથી. હું કોઇ છત ઉપર ઉભા-ઉભા બરાડા પાડીને કહું અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી જ એમ કહું કે હું આંતકવાદની વિરુદ્ધમાં છું તો જ મને દેશભક્ત હોવાનું સર્ટિફિકેટ મળશે? આ વિપરિત સ્થિતિમાં હું સીઆરપીએફના જવાનો અને તેમના પરિવારની સાથે જ છું. ૧૪ ફેબુ્રઆરીનો કાળો દિવસ ક્યારેય ભૂલી શકાશે નહીં અને તેમાં સામેલ ગુનેગારોને માફ કરવાનો સવાલ જ નથી. પરંતુ હવે હું શાંતિ માટે પ્રાર્થના કરીશ. નફરત ફેલાવવાને સ્થાને તમારે પણ શાંતિ માટે પ્રાર્થના કરવી જોઇએ. ગુસ્સાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જ તે પરિણામ આપે છે.

(5:51 pm IST)