Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

રેકોર્ડબ્રેક મહાજુમલામાં ઈંગ્લેન્ડે વિન્ડીઝને પછાડયુ

બાર્બાડોઝ પ્રથમ વન-ડેઃ વિન્ડીઝ ૩૬૦/૮ ઈંગ્લેન્ડ ૩૬૪/૪: ગેલે છગ્ગાઓના વરસાદ સાથે સદી ફટકારી તો જેસન રો અને જો રૂટે પણ સદીઓ બનાવી ટીમને વિજયના માર્ગ સુધી દોરી ગયાઃ એક જ દિવસમાં અધધ...૭૨૪ રન બન્યા

બાબોડોઝ, તા.૨૧: વન- ડે રેન્કીંગમાં ઈંગ્લેન્ડ નં-૧ છે. તે સાબીત કરી દીધુ છે. પ્રથમ વન- ડે માં વિન્ડીઝે ૩૬૦ રનનો પહાડી જુમલો પડકયા બાદ ઈંગ્લેન્ડના બેટસમેનએ પણ સટાસટી બોલાવી માત્ર ૪ વિકેટના ભોગે જુમલો પાર કરી દીધો હતો.

વિન્ડીઝે ટોસ જીતી દાવ લેતા ૫૦ ઓવરમાં ૮ વિકેટ ૩૬૦ રનનો પહાડી જુમલો ખડકી દીધો હતો. જેમાં ક્રિસગેલે અંધાધુંધ બેટીંગ કરી હતી. તેણે ૧૨૯ બોલમાં ૧૨ ગગન ચુંબી છગ્ગા અને ૩ ચોગ્ગા સાથે ૧૩૫ રન ઝૂડી નાખ્યા હતા. તો શાઈહોપ ૬૪, શિમરોન હેટમેર ૨૦, નિકોલસ પૂરણ ૦, ડી.બ્રાવો ૪૦, જેસન હોલ્ડર ૧૬, કાર્લોસ બ્રેથવેટ ૩ રન બનાવી આઉટ થયા હતા. જયારે એસ્લી નર્સ ૨૫ (૮ બોલ, ૧ ચોગ્ગો, ૩ છગ્ગા) અને દેવેન્દ્ર બીસુ ૯ રને નોટઆઉટ રહ્યા હતા.

ઈંગ્લેન્ડના તમામ બોલરો ચોતરફ ધોવાઈ ગયા હતા. બેન સ્ટોકસ અને અદીલ રસીદને ૩-૩ અને ક્રિસ વોકસને ૨ વિકેટ મળી હતી.એક તળકકે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડનો પરાજય નિશ્ચીત છે. પણ ઈંગ્લેન્ડના બોસ્ટમેનોએ પણ લડત આપી ટીમને વિજયના દ્વાર સુધી લઈ ગયા હતા. ઓપનર જેસન રોયએ માત્ર ૮૫ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૨૩ રન ફટકાર્યા હતા. જયારે જોની બેરસ્ટ્રો ૩૪ અને કેપ્ટન જો રૂટે માત્ર ૯૭ બોલમાં ૯ ચોગ્ગા સાથે ૧૦૨ રન ફટકાર્યા હતા. મોર્ગન પણ ૬૫ રન બનાવી આઉટ થયો હતો. બેન સ્ટોકસ ૨૦ અને જોસ બટલર ૪ રને નોટઆઉટ રહ્યા હતા. ઈંગ્લેન્ડે માત્ર ૪૮.૪ ઓવરમાં ૪ વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

વિન્ડીઝના દેવેન્દ્ર બીસૂ ૧, થોમસ ૧ અને જેસન હોલ્ડરે ૨ વિકેટ લીધી હતી. વિન્ડીઝે વન-ડે સિરીઝમાં ૧-૦ થી લીડ  મેળવી લીધી છે.(૩૦.૩)

(11:49 am IST)